Site icon hindi.revoi.in

અવકાશ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈની આજે 100મી જન્મજંયતી

Social Share

સારાભાઈ અવકાશ વિજ્ઞાનના જનક છે

સારાભાઈએ ભારતને અવકાશ સુધી પહોચાડ્યું છે

ડો,અબ્દુલ કલામે મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા

અંતરિક્ષ વિજ્ઞાનના પ્રખર હિમાયતી હતા.

બાળકો માટે પોતાના બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરાવી

ભાષાઓ, ગણિત અને કળાનું અઢળક જ્ઞાાન હતું.

તેમને સાથ આપનારા શેઠ શ્રી કસ્તૂરભાઇ લાલભાઇ હતા

‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ’ વિષય પર પીએચ.ડી કર્યું

અવકાશ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ વિજ્ઞાનના પ્રખર હિમાયતી હતા. ભારતીય અવકાશ સંશોધનના જનક અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનિક અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ ભાઈ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઇ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. અંબાલાલ સારાભાઇએ બાળકો માટે પોતાના બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરાવી હતી. તેમને લાગતું હતું કે એ વખતે દેશની ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

મંગળયાન અને હાલમાં ચંદ્રયાન-2 ને જે સફળતા મળી છે તેનો પાયો નાખનારા વ્યક્તિ એટલે વિક્રમ સારાભાઈ. સારાભાઈએ ભારતને અંતરિક્ષમાં હપોચાડ્યું છે,ત્યારે આજે તેમની 100મી જન્મ જંયતી છે,સારાભાઈએ અવકાશ વિજ્ઞાનમાં પોતાનો ડંકો વગાડ્યો છે તેઓને ઈસ 1962માં શાતિ સ્વરુપ ભટનાગર મેડલથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા

વિક્રમભાઈ બચપનથી યંત્રોમાં રસ ધરાવતા હતા તેઓ ખુબજ જીજ્ઞાસાવાદી હતા તેમને હંમેશા કંઈક નવુ કરવાનો ઉત્સાહ રહેતો હતો.સારાભાઈએ પોતાના નિવાસ સ્થાનમાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા બનાવી હતી જેમાં તેઓ સમય ફાળવી સતત કાર્યરત રહેતા. તેઓ એક વૈજ્ઞાનિક વૃત્તિ ઘરાવનાર હોવાથી તેમને ભાષાઓ, ગણિત અને કળાનું અઢળક જ્ઞાાન હતું.

ઈસ 1937માં આર.સી.ટેકનિકલ સ્કૂલમાંથી મેટ્રિક પરીક્ષા પાસ કરી તેમણે ગુજરાત કોલેજમાં દાખલો મેળવ્યો. તેમની અભ્યાસમાં  રુચી અને રસના કરાણે ભણતરની સીડી ચઢવા લાગ્યા ત્યાર બાદ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજમાં એડમિશન લઈને અહિયાથી તેઓએ સ્નાતકની પદવી મેળવી. 1941 થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ માટેની જીજ્ઞાસા,લગાવ ને તેના પ્રત્યેની રુચીને કારણે તેમણએ દેશભરમાં વિવિધ જગ્યાઓએ અવકાશીય અવલોકન કેન્દ્રોની રચના પણ કરી.

 અવકાશ નિજ્ઞાનના પ્રણેતા વિક્રમ સારાભાઈએ  બ્રહ્માંડ કિરણોના વિષય પર અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. 1947માં કેમ્બ્રિજ યુનિર્વિસટી દ્રારા વિક્રમ સારાભાભાઇનો ‘બ્રહ્માંડ કિરણો’ પર શોધ મહાનિબંધનો  સ્વીકાર કરવામાં આવ્યો હતો અને ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ’ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી હાસિલ કરીને તેઓ વિક્રમ સારાભાઈમાંથી ડૉ.વિક્રમ સારાભાઇ બન્યા.

ઈસ 1947 થી 1974 સુધીના મસયગાળામાં વિક્રમ સારાભાઈએ વૈજ્ઞાાનિક સંશોધન અને રાષ્ટ્રીય ઘડતરના કામોમાં પણ પોતે ડૂબકી લગાવીને તેમા રસ લીધો,ત્યારે આટલા સમય સુધી તેઓ વર્ષો 35 થી પણ વધારે સંસ્થાઓ સ્થાપી ચુક્યા હતા. આ કાર્યમાં તેમને ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઇ લાલભાઇનો સાથ સહકાર સારો વો મળ્યો

વિક્રમ સારાભાઈ હીરા હતા તો કસ્તુરભાઇ હીરાની સારી એવી પરખ ઘરાવનારા હતા. તે સમયે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતુ, અમદાવાદમાં કાપડની અનેક વેરાયટીઓ મળી રહેતી હતી, કાપડ માટે અમદાવદ શહેર ખુબજ પ્રખ્યાત હતુ તેમણે  કાપડની સારી ક્વોલિટીના સંશોધન માટે એહમદાબાદ ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રી એસોશિયેસનની સ્થાપના કરી જેનું ટૂંકુનામ અટીરા છે, સારાભાઈ આ અટીરાના પહેલા સ્થાપક બન્યા.

ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત કરી. 1947માં અમદાવાદની એમ.જી.સાયન્સ કૉલેજના બે ઓરડામાં શરૂ કરેલી આ લેબોરેટરી આજે દેશની મહત્વની સાયન્સ સંસ્થાઓમાંની એક છે આ ઉપરાંત તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદની પણ રચના કરી. અમદાવાદનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, નેહરુ ફાઉન્ડેશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, ત્રિવેન્દ્રમનું થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ઇસરો-અમદાવાદ, શ્રી હરિકોટા રોકેટ રેન્જ, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન, સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી, ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ, ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી જેવી એક નહી પરંતુ અનેક સંસ્થઆઓના સ્થાપક આપણા આ સારાભાઈ રહ્યા છે તેમએ અવકાશ વિજ્ઞાન જગતમાં ખુબ જ મોટો ફાળો આપ્યો છે જે વાતથી આપણે સૌ કોઈ વાકેફ છીએ.

ડૉ. વિક્રમ સારાભાઈ એમની વિજ્ઞાની તરીકેની સેવામાં ઈસરોના અધ્યક્ષ તરીકે અને ભારતીય અણુપંચના અધ્યક્ષ પણ હતા કેટલાક વિદ્યાર્થીઓએ તેમના હાથ નીચે પીએચડી પણ કર્યું, અનેક સંશાધન પર લેખો પણ લખ્યા હતા ત્યારે દેશના મહાન વ્યક્તિ . ડૉ. કલામ પણ ડૉ. સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમ અને મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા ,અંતરિયાળ વિસ્તાર સુધી સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડૉ. સારાભાઇનું સ્વપ્નુ હતું. આજે તે સાચું પડયું છે જે આપણે જોઈ શકીયે છે આજે આપણે જે કઈ ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે તે વિક્રમસારા ભાઈની દેન છે , ત્યારે 30 ડીસેમ્બર 1971ના રોજ ત્રિવેન્દ્રમ થી 12 કિલોમીટર દૂર આવેલા કોવાલામની હોટલમાં સુતેલી અવસ્થામાં જ તેમને આ દુનિયાને અલવિદા કહ્યુ હતું.

Exit mobile version