- વિજય દેવરકોંડાનો જન્મદિવસ
- સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે મોટુ નામ
- સફળતા પહેલા જીવનમાં ખૂબ કર્યો સંઘર્ષ
બેંગ્લોર: વિજય દેવરકોંડાનો જન્મ 9 મે 1989 ના રોજ હૈદરાબાદમાં થયો હતો. વિજયે ઘણી હિટ અને યાદગાર ફિલ્મો આપી છે. આજે વિજયની શાનદાર એક્ટિંગના કારણે તે માત્ર દક્ષિણમાં જ નહીં પણ બધે જ પ્રશંસક છે.વિજયના શાનદાર અભિનયથી ફિલ્મ અર્જુન રેડ્ડીને રાતોરાત હીટ બનાવી દીધી. આજે અમે તમને સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાથી સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જણાવીશું. વિજયનો જન્મ તેલુગુ પરિવારમાં થયો હતો. વિજયના પિતા દેવરકોંડા ગોવર્ધન રાવ દક્ષિણ ભારતીય સ્ટાર છે.
વિજયને ઘરે રાઉડી કહેવામાં આવે છે અને તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે. ખરેખર, વિજય બાળપણમાં એકદમ બિંદાસ બોલી માણસ હતો અને તેથી જ ઘરના સભ્યોએ તેનું નામ રાઉડી રાખ્યું હતું. કોઈ તેમને ઘરે વિજયના નામેથી બોલાવતું નથી. વિજયે તેની કરિયરની શરૂઆત વર્ષ 2011 માં ફિલ્મ નુવિલાથી કરી હતી. નુવિલા બાદ વિજયે ડિયર કોમરેડ, મેહાની અને વર્લ્ડ ફેમસ લવર્સ જેવી ઘણી હિટ ફિલ્મો આપી.
જ્યારે તે સ્ટ્રગલ કરી રહ્યો હતો, ત્યારે તેની પાસે ભાડુ ચૂકવવા માટે પૈસા નહોતા. પરંતુ તેણે હિંમત ગુમાવી નહીં. આજે તે દક્ષિણ ભારતીય ફિલ્મનો સુપરસ્ટાર છે અને કરોડોની કમાણી કરે છે.
વિજયે શોર્ટ ફિલ્મ મેડમ મીરેનાને ફક્ત 5 કલાકમાં જ ડાયરેક્ટ કરી હતી. તેણે તેને સેલ્ફ-અસાઇમેંટ તરીકે બનાવ્યું હતું. જો કે હાલમાં તેને ડાયરેક્ટર બનવાનો કોઈ પ્લાન ન હતો. તે ફક્ત એક્ટિંગમાં જ ધ્યાન કેન્દ્રિત રાખવા માંગે છે.
વિજય હવે ફિલ્મ લાઇગર દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. કરણ જોહરની આ ફિલ્મ દ્વારા વિજયની સાથે અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. ફેંસ વિજયની આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે વિજય સાઉથની જેમ બોલીવુડમાં પણ ધૂમ મચાવશે કેમ ?