Site icon hindi.revoi.in

વિદ્યા બાલને સ્વાસ્થ્ય કર્મચારીઓને 1000 પીપીઇ કીટ દાનમાં આપી

Social Share

મુંબઈ : બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન આ દિવસોમાં મુંબઈમાં છે. જ્યાં તે લોકોની મદદ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે.એક્ટ્રેસે હાલમાં જ સ્વાસ્થ્ય કર્મચારીઓને 1000 પીપીઇ કીટ આપી છે. એક્ટ્રેસે તેના ચાહકોને પણ કહ્યું કે, નાણાં જમા કરીને આવા સ્વાસ્થ્ય સંભાળ કરનાર નાયકોને પીપીઇ કીટ દાનમાં આપો.

આ સમયે ભારતની દરેક હોસ્પિટલ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. જ્યાં એવા ઘણા વોર્ડ છે. જ્યાં દર્દીઓને સ્થાન મળતું નથી. જેના કારણે વિદ્યાએ પ્રતિજ્ઞા લીધી કે, તે સ્વાસ્થ્ય કર્મચારીઓને પોતાના અંદાજમાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, વિદ્યાએ ગયા વર્ષે પણ આવા જ લોકો તરફ મદદનો હાથ વધાર્યો હતો. જ્યાં તેમણે મેડિકલ સ્ટાફ માટે ઘણી વ્યવસ્થા કરી હતી. વિદ્યા આ 1000 પીપીઇ કિટ્સ સાથે થેંક્યું મેસેજ પણ મોકલી રહી છે. તે વિચારે છે કે, આ કરવાથી તબીબી સ્ટાફ જાણશે કે આપણે તેમના વિના કંઈ નથી.

ભારતમાં આ દિવસોમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે દેશભરના ઘણા રાજ્યોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઓક્સિજનના અભાવે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. જેના કારણે દેશમાં ચિંતાનો માહોલ છે.

 

Exit mobile version