રાજનીતિ માણસને શું-શું કરાવે છે તેનું ઉદાહરણ જોઈએ તો જોઈલેજો એકવાર આ વીડિયા,નેતાઓ સમાચાર પત્રની ખબર બનવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે, અને પેંતરાના માધ્યમથી તેઓ સમાચાર પત્રની ખાસ ખબર બની જતા હોય છે.
ત્યારે ઉત્તર પ્રદેશના સંભલમાંથી તાજેતરમાં જ એક વો કિસ્સો સામે આવ્યો છો,જેમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જંયતી પર રાજકારણનું એક નવું રુપ જોવા મળ્યું હતું, જેમાં ગણતરીના કલાકોમાં જ નેતા સાશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ 2જી ઓક્ટોબરના પ્રસંગે દરેસ સમાજવાદી પાર્ટીના નેતા યૂપીમાં આવેલા સંભલના ફવ્વારા ચોક પહોંચ્યા હતા ને બાપુની પ્રતિમાને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી,ત્યારે જ સમયે એસપી જીલ્લા અધ્યક્ષ ફિરોજ ખાન સહિતના બીજા અધિકારીઓ આ સ્થળે પહોંચ્યા હતા, અને અચાંનક બાપુની પ્રતિમા પર માથું નમાવીને બાપૂ-બાપૂ કહીને જોરજોરથી રડવા લાગ્યા, આ દરમિયાન કેટલાક લોકો તેમન આશ્વાસન આપવા લાગ્યા અને પછી ફિરોઝ ખાને કહ્યું, “બાપુ તમે ક્યા ચાલ્યા ગયા,આટલા મોટા દેશને તમે આઝાદી અપાવી અને અમને અનાથ બવાનીને જતા રહ્યા”
.ત્યાર બાદ આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી હતી,આ સમગ્ર મામલો ચંદૌસી કોતવાલી વિસ્તારના ફવ્વારા ચોકનો છે.