Site icon Revoi.in

કરમબીરસિંહને ભારતીય નેવીના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવાના નિર્ણય વિરુદ્ધ કોર્ટ પહોંચ્યા વાઈસ એડમિરલ બિમલ વર્મા

Social Share

વાઈસ એડમિરલ કરમબીરસિંહ નૌસેનાના આગામી પ્રમુખ તરીકે નિયુક્ત કરવા વિરુદ્ધ વાઈસ એડમિરલ બિમલ વર્માએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સરકારે તાજેતરમાં કરમબીરસિંહને ભારતીય નૌસેનાના પ્રમુખ બનાવવાનું એલાન કર્યું હતું. જો કે ત્યારે એ વાત સામે આવી હતી કે નૌસેનાના ચીફ તરીકે તેમનું નામ નક્કી કરતી વખતે તેમના વરિષ્ઠ અધિકારી ચીફ વાઈસ એડમિરલ બિમલ વર્માની વરિષ્ઠતાને અવગણવામાં આવી છે.

વાઈસ એડમિરલ બિમલ વર્મા અંદમાન નિકોબાર કમાન્ડના પ્રમુખ છે અને તેમણે 1980માં કરમબીરસિંહથી છ માસ પહેલા સેનામાં કમિશન પ્રાપ્ત કર્યું તું. જ્યારે કરમબીર સિંહ હાલ ભારતીય નૌસેનાની ઈસ્ટર્ન કમાન્ડના પ્રમુખ છે.

ભારતીય નૌસેનાના ચીફ એડમિરલ સુનિલ લાંબા 31 મે-2019ના રોજ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. તેમના પછી વાઈસ એડમિરલ કરમબીરસિંહ ભારતીય નૌસેનાના ચીફ તરીકે નિયુક્ત થયા છે. એડમિરલ કરમબીર સિંહ એવા પહેલા હેલિકોપ્ટર પાયલટ છે કે જેઓ ભારતીય નૌસેનાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવાના છે.