Site icon hindi.revoi.in

નુસરત જહાંની દુર્ગા પૂજાના વિવાદ પર VHPનું નિવેદન-‘ભારતીય મુસલમાનના પૂર્વજો હિન્દુ હતા’

Social Share

દુર્ગાપૂજાના પ્રસંગે કોલકાતાના પંડાલમાં પૂજા કરવા માટે પહોંચેલી તૃળમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં ફરીએક વાર ચર્ચાનો વિષય બની છે, જેને લઈને સતત નિવેદનો સામે આવે છે,પહેલા દેવબંદ ઉલેમાએ તેને ઈસ્લામ વિરુદ્ધ ગણાવ્યું, ત્યાર પછી વિશ્વ હિન્દુ પરિષદનું નિવેદન પણ સામે આવ્યું છે,વીએચપીનું કહેવું છે કે,ભારતભરમાં જે મુસલમાનો છે તેમના પૂર્વજો પણ હિન્દુ જ હતા.

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારનું કહેવું છે કે, આ જે ગંગા-જમુના તહજીબની વોતો કરે છે,અમને સહિષ્ણુતાનો પાઠ શીખવે છે,તે ખબર પડે છે,તેમણે કહ્યું કે,આજે માત્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વના કેટલાક મુસ્લિમ દેશોમાં રામલીલા યોજાય છે.

આલોક કુમારે કહ્યું કે,અમે અમે માનીને ચાલીએ છીએ કે,ભારતમાં જેટલા પણ મુસલમાન છે તેમના પૂર્વજો હિન્દુ હતા,તેમણે કહ્યું કે જો કોઈ મુસલમાન દુર્ગા પંડાલમાં નાચવા માંગે છે તો તેમાં કંઈ ખોટૂ નથી, તે સાથે જ જો કોઈ હિન્દુ રમજાનના રોઝાની ઈફ્તારી કરાવે છે તો તેનો અર્થ એ નથી કે તેણે ધર્મ પરીવર્તન કરી લીધુ છે,વીએચપી કાર્યકર્તા અધ્યક્ષએ કહ્યું કે,મને લોગે છે કો જો  કોઈ મુસલમાન દુર્ગા પંડાલમાં નાંચે છે તો તેમાં કંઈ જ ખોટૂ નથી

ઉલ્લેખનીય છે કે,નુસરત જહાં રવિવારના રોજ પોતાના પતિ નિખિલ સાથે કોલકાતાના ક દુર્ગા     પંડાલમાં પહોંચી હતી,તેઓ દુર્ગા પૂજા કરીને અને ઢોલ નગારાના તાલ પર ઝુમી ઉઠ્યા હતા,જેને લઈને નુસરત જહાં અનેક વિવાદમાં સપડાયા છે.

Exit mobile version