1. Home
  2. revoinews
  3. પ્રખ્યાત ફિલ્મેકર હરીશ શાહનું 76 વર્ષની વયે નિધન, કેન્સરથી હતા પીડિત
પ્રખ્યાત ફિલ્મેકર હરીશ શાહનું 76 વર્ષની વયે નિધન, કેન્સરથી હતા પીડિત

પ્રખ્યાત ફિલ્મેકર હરીશ શાહનું 76 વર્ષની વયે નિધન, કેન્સરથી હતા પીડિત

0
  • જાણીતા ફિલ્મમેકર હરીશ શાહનું મુંબઈમાં નિધન
  • છેલ્લા 10 વર્ષથી ગળાના કેન્સરથી પીડિત હતા
  • બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું

મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનના નિધનથી હજી લોકો સદમામાં છે ત્યાં વધુ એક દિગ્ગજ ફિલ્મમેકરના મોતનાં સમાચાર મળ્યા છે. જાણીતા નિર્માતા અને દિગ્દર્શક હરીશ શાહનું મુંબઈમાં નિધન થયું. હરીશ શાહ 76 વર્ષના હતા. મંગળવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અહેવાલો મુજબ, તે છેલ્લા 10 વર્ષથી ગળાના કેન્સરથી પીડાતા હતા હરીશ શાહના નિધનને કારણે બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, હરીશ શાહના ભાઈ વિનોદ શાહે કહ્યું- હરીશ શાહનું સવારે 6 વાગ્યે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર બપોરે 1 વાગ્યાની આસપાસ પવન હંસ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ મહામારીને કારણે ખૂબ ઓછા લોકોને અંતિમવિધિમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાં ફક્ત થોડા નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યો શામેલ હતા.

હરીશ શાહે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1972 માં આવેલી રાજેશ ખન્ના અને તનુજાની ફિલ્મ મેરે જીવન સાથી થી કરી હતી. તેણે 1975 માં ફિરોઝ ખાન અને પરવીન બાબી સાથે કાલા સોના બનાવી હતી. 1985 માં રામ તેરે કિતને નામ બનાવી હતી, જેમાં સંજીવ કુમાર અને રેખા મુખ્ય ભૂમિકામાં હતાં.

એંસીના દાયકામાં તેણે દિગ્દર્શનમાં હાથ અજમાવ્યો. તેણે ઋષિ કપૂર અને નીત કપૂરની ફિલ્મ ધન દૌલતથી દિગ્દર્શકની શરૂઆત કરી હતી. આ પછી 1988 માં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા સાથે જલજલા ડાયરેક્ટ કરી હતી. 1995 માં રેખા અને મિથુન ચક્રવર્તીની અબ ઈન્સાફ હોગા ડાયરેક્ટ કરી હતી. 2003 માં આવેલી સની દેઓલ અને તબ્બુ સ્ટારર જાલ – ધ ટ્રેપ છેલ્લી ફિલ્મ હતી. જેના નિર્માણમાં હરીશ શાહ સામેલ હતા

માહિતી મુજબ, શાહે કેન્સર પર શોર્ટ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. જેનું ટાઈટલ why me હતું . તેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો.

2020 બોલિવૂડ માટે ખૂબ જ મંહુસ વીતી રહ્યું છે. ઘણા કલાકારો અને ફિલ્મ નિર્માતાઓએ વિદાય લીધી છે. કોરિયોગ્રાફર સરોજ ખાનનું થોડા દિવસો પહેલા નિધન થયું હતું. આ પહેલા સુશાંત સિંહ રાજપૂત, ઋષિ કપૂર, ઇરફાન ખાન અને વેટરન ગીતકાર યોગેશ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.