Site icon hindi.revoi.in

બોલિવુડના દિગ્ગજ મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું કોરોનાથી નિધન

Social Share

મુંબઈ : બોલિવુડના દિગ્ગજ મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડનું ગુરુવારે મુંબઇની એસએલ રહેજા હોસ્પિટલમાં નિધન થયું છે. તે કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યા હતા. તેને ઘણી તબીબી સમસ્યાઓ પણ થઈ હતી અને તે વેન્ટિલેટર પર હતા. રહેજા હોસ્પિટલના ડો.કિર્તી ભૂષણએ આ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, શ્રવણ રાઠોડનું કોરોનાને કારણે મલ્ટી ઓર્ગન ફેલ્યોરથી નિધન થયું છે.

શ્રવણ રાઠોડને હૃદયની ગંભીર સમસ્યા હતી. ડાયાબિટીઝ અને કોરોનાથી તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેના પુત્ર સંજીવને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,કારણ કે તે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો.

મ્યુઝિક ડાયરેક્ટર શ્રવણ રાઠોડ 66 વર્ષના હતા. અને તેમને 2 પુત્રો સંજીવ અને દર્શન છે. નદીમ-શ્રવણ જોડી 90 ના દાયકામાં ખૂબ જ લોકપ્રિય હતી. તેની હિટ ફિલ્મોમાં આશિકી,દિલ હૈ કી માનતા નહીં, સાજન,પરદેશ,સડક સહીત ઘણી બધી ફિલ્મો સામેલ છે.

Exit mobile version