Site icon hindi.revoi.in

વરુણ ઘવનનો 34મો જન્મદિવસ,વાંચો તેમના જીવનની સફર વિશે 

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

મુંબઈ: 24 એપ્રિલ એટલે કે આજે વરુણ ધવન પોતાનો 34મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. વરુણ ધવને બોલિવૂડમાં એન્ટ્રી – વર્ષ 2012માં આવેલી કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ઘ યરથી કરી હતી. આજે વરુણ ધવન સફળ એક્ટરોમાંથી એક છે.

વરુણ ધવનના ભણતર વિશે જાણવામાં આવે તો તેમણે નોટિંઘમ,યુનાઈટેડ કિંગડમની કોલેજમાં ભણ્યા છે. અને ત્યાં તેમણે કોલેજના પેંફલેટ તથા નાઈટક્લબમાં પણ કામ કર્યું છે. વરુણ ધવનના ભાઈ રોહિત ધવન ફિલ્મ ડાયરેક્શન લાઈનમાં કામ કરે છે અને તેમણે દેશી બોય્ઝ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે.

વરુણ ધવનની છેલ્લી ફિલ્મ કુલી નંબર 1 હતી અને હવે તેઓ ભેડિયા ફિલ્મમાં કામ કરી રહ્યા છે જે કોમેડી હોરર ફિલ્મ છે. હાલ આ ફિલ્મનું શુટિંગ અરુણાચલ પ્રદેશમાં ચાલી રહ્યું છે.

Exit mobile version