Site icon hindi.revoi.in

વરુણ ધવનની ફિલ્મ કૂલી નં. 1 ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

બોલિવુડ એકટર વરુણ ધવનની ફિલ્મ ‘કૂલી નંબર 1’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.. ફિલ્મના ડિરેક્ટર ડેવિડ ધવને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની ફિલ્મ પહેલા થિયેટરોમાં જ રિલીઝ કરવામાં આવશે. પરંતુ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે એવામાં થિયેટરો પણ બંધ છે. એવી સંભાવના છે કે ટૂંક સમયમાં થિયેટરો પણ ખૂલી શકે છે… પરંતુ શું પ્રેક્ષકો થિયેટરમાં ફિલ્મ જોવા આવશે ખરા ? આ પ્રશ્ન નિર્માતાઓ-નિર્દેશકોને સતાવી રહ્યો છે… ઘણી મોટી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે… તો બીજી તરફ સૂર્યવંશી અને 83 જેવી ફિલ્મો પણ પરિસ્થિતિ સામાન્ય બનવાની અને થિયેટરો ખૂલવાની રાહ જોઈ રહી છે…. જયારે તેમની ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે.

રિપોર્ટ મુજબ કૂલી નંબર 1ને પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ફિલ્મની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

કૂલી નંબર 1એ મોટા બજેટની ફિલ્મ છે. ફિલ્મમાં વરુણ ધવનની સાથે સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે… આવી સ્થિતિમાં કૂલી નંબર 1’પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવું એ થિયેટરો માટે મોટો આંચકો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મને લઈને ક્યારે જાહેરાત કરવામાં આવશે…

કોરોનાવાયરસના કારણે થિયેટરોને મોટો ઝટકો પડ્યો છે, છેલ્લા કેટલાક સમયથી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. કોરોનાવાયરસના કારણે ફિલ્મો મોટા પડદા પર રિલીઝ કરવામાં આવતી નથી પણ તેના કારણે ઓટીટી પ્લેટફોર્મ ધમધોકાર ચાલી રહ્યું છે અને તેને ફાયદા પણ થઈ રહ્યા છે.

જો આગામી સમયમાં સ્થિતિ સામાન્ય થયા પછી પણ જો લોકો થિયટરોમાં જવાનું ટાળે તો તેમાં કોઈ નવાઈ પણ રહેશે નહી.

(Devanshi)

Exit mobile version