Site icon hindi.revoi.in

મુંબઈ: ફિલ્મ જગતની સેલેબ્રિટીઝે આજે કર્યું મતદાન, દેશ પ્રત્યે નિભાવી ફરજ

Social Share

આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આજે મહારાષ્ટ્રની 17 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે મુંબઈમાં અનેક સેલિબ્રિટિઝે પણ પોતાનો મત આપીને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી છે. જાણો, કઈ સેલિબ્રિટીએ આજે આપ્યો પોતાનો મત.

ભારતીય જનતા પાર્ટીના સીટિંગ સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પત્ની સ્વરૂપ સંપત સાથે વિલે પાર્લેની જમનાબાઈ સ્કૂલના પોલિંગ બૂથ નંબર 250-256 પરથી વોટ આપ્યો.

ફિલ્મ જગતના વરિષ્ઠ અભિનેત્રી શુભા ખોટેએ જુહુના પોલિંગ બૂથ પરથી મત આપ્યો.

નોર્થ મુંબઈથી કોંગ્રેસની ઉમેદવાર સાંસદ અને અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે બાંદ્રામાં પોલિંગ બૂથ નંબર 190 પરથી વોટિંગ કર્યું.

બોલિવુડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિતે જુહુના પોલિંગ બૂથ પરથી પોતાનો મત આપ્યો.

અભિનેતા આમીર ખાન અને તેની પત્ની કિરણ રાવે બાંદ્રાની સેન્ટ આન્સ હાઈ સ્કૂલના પોલિંગ બૂથ પરથી પોતાનો મત આપ્યો.

અભિનેત્રી ભાગ્યશ્રી અને સોનાલી બેન્દ્રેએ વિલે પાર્લેના પોલિંગ બૂથ પરથી પોતાનો વોટ કાસ્ટ કર્યો.

અભિનેતા અનુપમ ખેરે જુહુના પોલિંગ બૂથ નંબર 235-240 પરથી પોતાનો વોટ આપ્યો.

અભિનેત્રી કંગના રનૌતે ખારના પોલિંગ બૂથ પરથી વોટિંગ કર્યું.

ફિલ્મમેકર મધુર ભંડારકરે તેની પત્ની રેણુ નાંબુદીરી સાથે બાંદ્રાની એમએમકે કોલેજના પોલિંગ બૂથ નંબર 167 પરથી મતદાન કર્યું.

લોકપ્રિય લિરિસિસ્ટ અને સ્ટોરી રાઈટર જાવેદ અખ્તરે પણ પત્ની શબાના આઝમી સાથે આજે મુંબઈમાં મતદાન કર્યુ.  

મથુરાથી બીજેપીના લોકસભાના ઉમેદવાર અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ તેની બંને પુત્રીઓ ઇશા દેઓલ તથા આહના દેઓલ સાથે વિલે પાર્લેના પોલિંગ બૂથ પરથી મતદાન કર્યું.

અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને જુહુના પોલિંગ બૂથ પરથી મતદાન કર્યું.

કરીના કપૂર ખાને પણ લોકસભા ચૂંટણી માટે આપ્યો પોતાનો મત.

સલમાન ખાને બાંદ્રામાં પોલિંગ બૂથ નંબર 283 પરથી મતદાન કર્યું.

ક્રિકેટર સચિન તેંડુલકરે પત્ની પ્રિયા તેંડુલકર સહિત સમગ્ર પરિવાર સાથે બાંદ્રાના પોલિંગ બૂથ નંબર 203 પરથી વોટિંગ કર્યું. તેના બાળકો સારા તેંડુલકર અને અર્જુન તેંડુલકરનું આ પહેલું વોટિંગ છે.

Exit mobile version