Site icon hindi.revoi.in

WHOની ચેતવણી: કોરોના મહામારી ફક્ત વેક્સીનથી જ સમાપ્ત થશે નહીં

Social Share

નવી દિલ્લી: કોરોનાવાયરસની બીમારી સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે. કેટલાક દેશો તો કોરોનાથી એવી રીતે પ્રભાવિત થયા છે કે લોકોમાં અલગ જ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વના લોકો કોરોનાવાયરસની વેક્સિનની રાહ જોઈ રહ્યા છે ત્યારે WHO તરફથી કોરોનાવાયરસને લઈને વધારે સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

WHO ના ચીફ ટેડ્રોસ અધાનોમે કહ્યું છે કે, જો કોરોનાની કોઈ વેક્સીન બનાવવામાં આવે, તો પણ તે એકલા મહામારીને સમાપ્ત કરી શકશે નહીં. ટેડ્રોસે કહ્યું કે, વેક્સીનનો ઉપયોગ બધી પદ્ધતિઓ સાથે કરવામાં આવશે. પરંતુ એવું નથી કે વેક્સીનના આવ્યા બાદ તે તમામ ટ્રીટમેન્ટ સિસ્ટમ રિપ્લેસ કરવી જોઈએ, જો કે, અત્યારે પણ ઉપયોગ થઇ રહ્યો છે.

કોરોના વાયરસના કેસ ભારત સહિત દુનિયાભરમાં વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 88 લાખને પાર પહોચી ગઈ છે. આ વચ્ચે કોરોના વેક્સીન શોધવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 88,45,617 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા મુજબ દેશમાં 4,65,579 સક્રિય કેસ છે. આ મહામારીમાં કુલ 82,47,950 દર્દીઓ સાજા થયા છે અને 1,30,109 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા હાલમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ દુનિયાભરમાં કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યા 55,331,233 પર પહોંચી ગઈ છે, જ્યારે હવે દુનિયાભરમાં વાયરસના કારણે 1,331,650 લોકો મૃત્યુ પામ્યા છે.

_Devanshi

Exit mobile version