Site icon Revoi.in

જો તમે વેક્સિન લીધી છે તો તમને ફ્લાઈટની ટિકિટ પર મળશે 10 ટકા રાહત – ‘ઈન્ડિગો’ આપી રહ્યું છે આ સુવિધા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોના સામે રક્ષણ માટે વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ આપવામાં આવ્યો છે, આ સાથે જ વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં,દેશની મોટી એરલાઈન્સ ગણાતી ઈન્ડિગો કંપનીએ પણ વેક્સિનેશનને લઈને એક મોટી ઘોષણા કરી છે.

જે પ્રમાણે આ કંપની હવાઈ મુસાફરો માટે એક ખાસ ઓફર લઈને આવી છે. ઈન્ડિગોએ આ ઓફરનું નામ ‘વેક્સી ફેર’ રાખ્યું છે. આ ઓફર અંતર્ગત એવા યાત્રીઓને ટિકિટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે, જેમણે કોરોનાના રક્ષણ માટે વેક્સિન લીધી છે.

આ સુવિધાનો ફાયદો બુકિંગ સમયે એવા લોકો લઈ શકશે, જેમણે રસી લીધી છે અને ભારતમાંથી બુકિંગ કરી રહ્યા છે. મુસાફરો પાસે મુસાફરી દરમિયાન આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ કોવિડ -19 રસીનું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા તેમને ચેક-ઇન કાઉન્ટર પર આરોગ્ય સેતુ એપ્લિકેશન પર તેમનું વેક્સિનેશન સ્ટેટસ બતાવવું પડશે. જો તેઓ તેમ નહીં કરે તો ડિસ્કાઉન્ટ તેમના પર લાગુ થશે નહીં અને તેમની પાસેથી પુરેપુરુ ભાડું વસૂલવામાં આવશે.

આ સુવિધાનો લાભ મેળવવા માટે કરવું પડશે આટલું

આ સાથે જ આ ઓફર ઈન્ડિગોની સત્તાવાર વેબસાઈડ પર જઈનેબુકિંગ કરાવવા પર જ માન્ય ગણાશે, આ લાભ મેળવવા માટે તમે જ્યારે ટિકિટ બુકિંગ કરો ત્યારે, આગમન અને પ્રસ્થાનનું સ્થળ પસંદ કરતી વખતે તમારે વેક્સી ફેર નો વિકલ્પ પસંદ કરવો પડશે, ત્યાર બાદ તમને નીચે વેક્સિનેશનનો વિકલ્પ જોવા મળશે જેના પર ટિક કરવું પડશે.

આ પછી તમને તમારું વેક્સિનેશન સ્ટેટસ પૂછવામાં આવશે કે શું તમે બંને ડોઝ લીધા છે અથવા ફક્ત એક જ ડોઝ લીધો છે. તમે લીધેલી ડોઝ પર ક્લિક કરવું પડશે.ત્યાર બાદ તમારે તમારી ફ્લાઈટ સિલેક્ટ કરવાની રહેશે, ત્યાર બાદ તમારાવેક્સિનેશન સર્ટિ પર બેનિફિશિયરી આઈડી હશે તે દર્શાવવી પડશે, આ આઈડી નાખ્યા બાદ તમારી ફ્લાઈટની ટિકિટ પર 10 ટકા છૂટ આપવામાં આવશે.