કર્ણાટકમાં વચગાળાની ચૂંટણીના સંકેત આપીને રાજ્યની રાજનીતિમાં ભૂકંપ લાવ્યા બાદ જેડીએસના પ્રમુખ એચ. ડી. દેવેગૌડાએ પલટી મારી છે. હવે ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેગૌડાએ ક્હયુ છે કે તેમણે વિધાનસભા નહીં, પણ સ્થાનિક નિગમની ચૂંટણીની વાત કરી હતી.
આ પહેલા દેવેગૌડાએ કોંગ્રેસના તીખા તેવર દેખાડતા કહ્યુ હતુ કે કર્ણાટકમાં વચગાળાની ચૂંટણી નક્કી છે. તેમણે કોંગ્રેસના નેતાઓના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
હવે પોતાના પહેલાના નિવેદન પર યૂટર્ન લેતા દેવેગૌડાએ કહ્યુ છે કે મે આવું નિગમની ચૂંટણી માટે કહ્યુ હતુ, વિધાનસભા માટે નહીં. હું અહીં મારી પાર્ટીને મજબૂત કરવા માટે છું. જેવું કે એચ. ડી. કુમારસ્વામીએ કહ્યુ છે, આ સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે સારો તાલમેલ છે.
આ પહેલા દેવેગૌડાએ કહ્યુ હતું કે તેઓ પહેલેથી જ રાજ્યમાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનના સમર્થનમાં ન હતા. સોનિયા ગાંધીએ તેમને આ ગઠબંધન માટે નિવેદન કર્યું હતું. તેના પછી તેમણે સંમતિ વ્યક્ત કરી હતી. ગઠબંધનનો વિચાર તેમને નહીં, પણ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનો હતો.
કોંગ્રેસના વર્તન પર સવાલ ઉઠાવતા દેવેગૌડાએ ક્હ્યુ હતુ કે આમા કોઈ શંકા નથી કે વચગાળાની ચૂંટણી થશે. તેમણે (કોંગ્રેસ) કહ્યુ હતુ કે તેઓ પાચં વર્ષ માટે સરકારનું સમર્થન કરશે, પરંતુ હવે તેમનો વ્યવહાર જોવો.