Site icon hindi.revoi.in

ઉત્તરાખંડમાં બનશે સેના સામગ્રીનું વિકાસ કેન્દ્ર – ડિફેન્સ પાર્ક માટે સ્થળની શોઘખોળ શરુ

Social Share

ઉત્તરાખંડ સરકાર હવે ભારતીય સેનાની રક્ષા તૈયારી અને રાજ્યને સૈન્યના સાધનોનું કેન્દ્ર બનાવવાની તૈયારીમાં છે. ઉત્તરાખંડ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમને દેહરાદૂનમાં ડિફેન્સ પાર્ક બનાવવાની જગ્યા શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. સિ઼કુલની આ શોધ ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

સરહદ સાથે સંકળાયેલ રાજ્ય ઉત્તરાખંડ લશ્કરી પ્રવૃત્તિઓ અને લશ્કરી માળખાગત વિકાસનું કેન્દ્ર હવે બનવા જઈ રહ્યું છે,સરહદ સાથે અડીને આવેલા જીલ્લાઓ ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢમાં એરફોર્સ હવાઈ સંરક્ષણ રડાર અને એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે જમીન શોધ કરવામાં આવી રહી છે.

શનિવારના રોજ મુખ્યમંત્રી અને એર માર્શલ વચ્ચે આ બાબતે વાતચીત પણ થઈ ચૂકી છે, તેમણે આ પહેલા બીઆરઓનાં ઉચ્ચ અધિકારીઓની મુખ્યમંત્રી સાથે સરહદી રસ્તાઓ અને પર્યાવરણીય મંજૂરીના સંપાદન માટે મુલાકાત કરી હતી. ઉત્તરાખંડ સરહદ પર ચીનની ગતિવિધિઓ બાદથી વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી સૈન્ય માટે ઉત્તરાખંડ પાસેની સરહદો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ બન્યું છે.

બીજો મોરચો લશ્કરી સાધનોના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે, જેમાં ઉત્તરાખંડ સરકાર ગંભીર રસ લઈ રહી છે. સંરક્ષણ એન્ટરપ્રાઇઝ નીતિ ઘડવામાં આવી ચૂકી છે અને ઉદ્યોગકારોને હવે રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.રાજ્યમાંથી કેટલાક ઉદ્યમીઓ ભેગા થયા છે , જેમણે એક એસોસિએશન બનાવ્યું છે. વડા પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના માર્ગદર્શન હેઠળ ઉત્તરાખંડમાં સૈન્ય ઉપકરણોના વ્યવસાયમાં નવી શક્યતાઓ શોધશે.

મેક ઈન ઈન્ડિયા હેઠળ આ કાર્ય પાર પાડવામાં આવશે

ડીઆરડીઓ સાથે એસોસિએશનના સભ્યોની તાજેતરમાં દહેરાદૂનમાં એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. ત્યાર બાદ ઉદ્યોગકારો ઉત્સાહિત છે. તેઓ હવે આગળની શક્યતાઓ પર વિચાર કરી રહ્યા છે. એસોસિએશન સાથે સંકળાયેલા ધંધાકીય સહયોગી અનિલ ગોયલ કહે છે કે કેન્દ્ર સરકારે 100 થી વધુ સંરક્ષણ ઉપકરણોને બીજા દેશઓ પાસેથી ખરીદવાને બદલે આપણા દેશમાં જાતેજ બનાવવાનું નક્કી કર્યું છે.

સાહીન-

Exit mobile version