નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીના વધુ એક મોટા નેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
આસામના પ્રભારી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતે કોંગ્રેસના મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું છે.
હરીશ રાવતનું કહેવું છે કે આસામમાં મળેલી હારની જવાબદારી તેઓ લઈ રહ્યા છે અને પાર્ટીમાં પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.