Site icon hindi.revoi.in

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી વિનાશ, 17 લોકોના મોત

Social Share

ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.આ સ્થાનના આઠ જિલ્લાઓમાં તબાહી જોવા મળી છે. કેટલાક સ્થળોએ વાદળ ફાટ્યા બાદ પરિસ્થિતી બગડેલી જોવા મળે છે, અનેક સ્થળોએ ભૂસ્ખલનને કારણે પર્વતો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઉત્તરકાશી, લેમ્બગર, બાગેશ્વર, ચમોલી અને ટિહરીમાં પસ્થિતી ખૂબ જ ખરાબ જોવા મળી છે. હવામાન વિભાગે  ભારે વરસાદના કારણે હાઈ એલર્ટ જોહેર કરતા શાળાઓ અને કોલેજોમાં પણ રજા રાખવામાં આવી છે.

મોરી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાના કારણે અને વાદળ ફાટવાના કારણે ગામના લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની માહિતી મળી રહી છે ત્યારે એસડીઆરએફની ટીમ બરકોટથી રવાના થઈ હતી. ભારે વરસાદથી મકુડી, ટીકોચી અને અરાકોટનાં ગામો સૌથી પ્રભાવિત થયા છે.

 ઉત્તરાખંડમાં ભૂસ્ખલ થવાના કારણે અતિભારે નુકશાન થયુ છે,આઠ જીલ્લામાં હાહાકાર મચ્યો છે,ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 17 લોકોના મોત થયા હતા.ત્યારે હાલ પમ રેસ્ક્યૂ ઓપરેશન શરુ જ છે.અનેક લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં પણ આવ્યા છે.

 ત્યારે ભૂસ્ખલનની ઘટનાથી મકુડીમાં લોકો કાટમાળ નીચે દબાયા હોવાના સમાચાર આવી રહ્યા છે. એસડીઆરએફની ટીમે પ્રભાવિત વિસ્તાર અરકોટમાં પહોંચીને બચાવ ટીમ મોરી પહોંચી હોવાની માહિતી મળી છે. રસ્તાઓ ખરાબ હાલતમાં  હોવાથી બચાવગીરી ટીમને અસરગ્રસ્ત ગામો સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોરીમાં બચાવ માટે બે હેલિકોપ્ટર પણ રેસ્ક્યૂ માટે લગાવવામાં આવ્યા છે.

આરાકોટ પહોંચેલી એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઈજાગ્રસ્તને વ્યક્તિને સનેલથી આરાકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લગભગ 170 જેટલા  ગામના લોકોને વન વિશ્રામ ગૃહ મોકલવામાં આવ્યા છે. એસડીઆરએફ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ડિઝાસ્ટર રિલીફ પેકેટો પહોંચાડવામાં આવી રહ્યા છે.બચૈવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

ચકરોતાથી રવાના થયેલી ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.ત્યારે વધુ એક એસડીઆરએફ ટીમ ઉજેલીથી રવાના થઈ છે. એસડીઆરએફની સબ-ટીમ બર્મા બ્રિજ બનાવીને આંદોલન શરૂ કરવાનો પ્રયત્નો કરશે.તેમજ હેલી ડ્રોપ ડિઝાસ્ટર રાહત કીટનું પણ વિતરણ કરવામાં આવીરહ્યું છે. ત્યારે અન્ય બીજી 30 સભ્યોની બચાવ ટીમ પણ બટાલિયન હેડક્વાર્ટર જોલીગ્રન્ટથી  જરુરી ચીજવસ્તુઓ સાથે રવાના થશે. એસડીઆરએફ કોમ્યુનિકેશન સભ્યો તરફથી વિસ્તારમાં જરૂરી વાયરલેસ ટાવર લગાવીને બચાવકામગીરી માટે સંદેશાવ્યવહાર શરૂ કરવામાં આવશે.

Exit mobile version