ગંગાનદીનું રૌદ્ર સ્વરુપ
નદી સપાસના લોકોના ઘર ખાલી કરાવાયા
લોકોના ધર પાણીમાં ગરકાવ
પ્રયાગરાજ વરસાદની ઝપેટમાં
ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદે દેશના ઘણા રાજ્યને પોતાની ઝપેટમાં લેતા પૂર જેવી સ્થિતી જોવામળી રહી છે ત્યારે ગઈકાલે આસામમાં પુર જોવા મળ્યું હતું તો વળી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદના કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે,
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજને વરસાદે ધરમોળ્યું છે પ્રયાગરાજમાં વહેતી ગંગાનદીએ રૌદ્રરૂપ ધારણ કર્યું છે, અતિભાર્ વરસાદના કારણે અહીયા ચારે બાજુ પુર જેવી સ્થિતી જોવામળી હતી ,લોકોના હાલ બે હાલ થયા છે તો અનેક લોકો સામે ભોજન પાણીની વ્યવ્સ્થાના સવાલ ઉભા થયા છે
અવિરત વરસાદના કારણે પ્રયાગરાજના લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે ગંગાનદીમાં પુરની સ્થિતીથી નદી કીનારાના આસપાસના લોકોને ધર ખાલી કરવાનો વારો આવ્યો છે,તોઓને સહીસલામત બીજા સ્થળે સ્થળાંતર કરાવામાં આવ્યું છે. ગંગાનદીએ તેનું રૌદ્રરુપ ધારણ કર્યું છે,નદીની સપાટી વધી જતા ત્યાના લોકોને પહેલાથીજ સાવચેત કરવામાં આવ્યા હતા,ગંગાનદીમાં પાણીનુ લેવલ વધતા પરિસ્થિતી ગંભીર બનવા પામી છે.