Site icon hindi.revoi.in

ઉત્તરપ્રદેશમાં લવજેહાદના કાયદા હેઠળ બીજો ગુનો નોંધાયો, પોલીસે તપાસ આરંભી

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ તાજેતરમાં જ પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન ઉત્તરપ્રદેશમાં લવજેહાદની વધુ એક ઘટના સામે આવે છે. જે અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શાબાબ નામના મુસ્લિમ યુવાનો રાહુલ નામ ધારણ કરીને એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ આ યુવાન હિન્દુ યુવતીને તા. 30મી નવેમ્બરના રોજ લઈને ફરાર થઈ ગયો હતો અને 1લી ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતા. આ અંગેની જાણ થતા યુવતીના પરિવારજનોએ પોલીસ પાસે મદદ માંગી છે. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસ આરંભી છે. આમ ઉત્તરપ્રદેશમાં લવજહાદના કાયદા હેઠળ બીજો ગુનો નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લવજેહાદના કાયદા હેઠળ તાજેતરમાં જ પ્રથમ કેસ બરેલી જિલ્લામાં નોંધાયો હતો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ બંને કેસની હાલ તપાસ કરી રહી છે. તેમજ જો ગુનો પુરવાર થશે તો આરોપીઓને 10 વર્ષ સુધીની સજા અને રૂ. 50 હજાર સુધીનો દંડ થઈ શકે છે.

Exit mobile version