નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે યુપીના સોનભદ્રમાં ગત મહીને થયેલા હત્યાકાંડના પીડિત પરિવારોને ફરીથી મળવા માટે પહોંચ્યા છે. પરંતુ તેમની આ મુલાકાત પહેલા સોનભદ્ર હત્યાકાંડને લઈને ખુદ કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે. તપાસમાં કોંગ્રેસના એક નેતાનું નામ સામે આવ્યું છે. તેના કારણે પ્રિયંકા ગાંધીની ગત મુલાકાતની જેમ જ આ વખતની અહીંની યાત્રાને લઈને યુપીના રાજકારણમાં ખાસો ગરમાવો છે. ભાજપે પ્રિયંકાની ઉમ્ભા ગામની મુલાકાતને પ્રિયંકા ગાંધીનું રાજકીય તરકટ ગણાવ્યું છે.
કોંગ્રેસ મહાસચિવ પીડિત પરિવારોની સિવાય મુલાકાત માટે ઉમ્ભામાં થઈ રહેલા વિકાસ કાર્યો સંદર્ભે આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત પણ કરશે. આ ઘટના બાદ રાજ્ય સરકાર તરફથી આદિવાસીઓની સુરક્ષા માટે કરવામાં આવેલી વ્યવસ્થા સંદર્ભે પણ જાણકારી પ્રાપ્ત કરી છે. પ્રિયંકા ગાંધીએ ભૂતકાળમાં પણ ઉમ્ભા જવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં ગોણ્ડ સમુદાયના 10 લોકોની નિર્મમતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. પરંતુ પ્રશાસને તેમને ત્યાં જવાથી રોક્યા હતા.
પ્રશાસને તેમને ઉમ્ભા જતી વખતે માર્ગમાં મિર્ઝાપુર ખાતે કસ્ટડીમાં લીધા હતા. તેમને ચુનારના કિલ્લામાં રાતભર રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે આદિવાસી સમુદાયના લોકોએ પ્રિયંકા ગાંધી સાથે ચુનારના કિલ્લામાં જ મુલાકાત કરી હતી
તો બીજી તરફ ભાજપે કહ્યુ છે કે કોંગ્રેસના શાસનકાળમાં સોનભદ્રમાં થયેલી જમીનની ધાંધલીઓ માટે પ્રિયંકા ગાંધીએ માફી માંગવી જોઈએ. પ્રિયંકા ગાંધી જો જનતાની સમસ્યાઓથી ઈમાનદારીથી સારોકાર ધરાવતા હોત, તો તે કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલી જમીનોની ધાંધલીઓનું પ્રાયશ્ચિત કરે.
ચંદ્રમોહને કહ્યુ છે કે પ્રિયંકાની સોનભદ્રની મુલાકાત કોંગ્રેસની છીછરી રાજનીતિનું એક ઉદાહરણ છે. તેમણે કહ્યુ છે કે સોનભદ્રમાં જમીનોનો વિવાદ 1955થી શરૂ થયો, જ્યારે કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન ગ્રામ સમાજની જમીનો એક ખાનગી સોસાયટીને પટ્ટા પર આપી દેવામાં આવી હતી. કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં સોનભદ્ર જ નહીં, રાજ્યના ઘણાં વિસ્તારોમાં જમીનોની સંસ્થાગત લૂંટ થઈ છે. આ મુદ્દાથી જનતાનું ધ્યાન ભ્રમિત કરવા માટે પ્રિયંકા ગાંધી સોનભદ્રમાં ઉમ્ભા ગામમાં થયેલી દુખદ ઘટનાના પીડિતોને મળવાનું નાટક કરી રહ્યા છે.
પ્રવક્તાનું કહેવું છે કે કોંગ્રેસ માત્ર લૂંટની રાજનીતિ જ કરવાનું જાણે છે. કોંગ્રેસની આ લૂંટમાં સમાજવાદી પાર્ટી અને બીએસપી પણ બરાબરના ભાગીદાર છે. તો તપાસ સમિતિએ તારવ્યું છે કે 10 ઓક્ટોબર-1952ના રોજ આદર્શ કૃષિ સહકારી સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ઘણાં નેતાઓ સામેલ હતા. સોનભદ્રના ઉમ્ભામાં 727 વીઘા જમીન પર સમિતિનો કબજો હતો. 1989માં સોસાયટીની જમીનને વ્યક્તિગત નામ પર કરવા પર વિવાદ શરૂ થયો અને 1990 દરમિયાન જમીનને વેચવાની કોશિશ પણ કરવામાં આવી હતી. 2019માં ખોટી રીતે પ્રધાનના પક્ષમાં જમીનનો નિર્ણય કરવામાં આવ્યો અને તે નિર્ણયની વિરુદ્ધ ઉમ્ભા ગામના લોકો કોર્ટમાં ગયા હતા.