Site icon Revoi.in

કુટુંબીઓએ બીજા નિકાહ કરવાથી રોકતા 8 સંતાનોના 75 વર્ષીય પિતા અરશદે કર્યો આપઘાત!

Social Share

બરેલી : યુપીના બરેલી જિલ્લામાં એક વૃદ્ધે બીજા લગ્ન કરવામાં નિષ્ફળ રહેવાને કારણે ગુરુવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના યુપીના બરેલીના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. 75 વર્ષીય અરશદ નામના વૃદ્ધનો પોતાના પરિવારજનો સાથે બીજા લગ્ન કરવા મામલે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ આક્રોશમાં વૃદ્ધિ રૂમમાં પંખા સાથે લટકીને આપઘાત કર્યો હતો. જણાવવામાં આવે છે કે 75 વર્ષીય અરશદે લગ્ન માટે મહિલા સાથે મુલાકાત પણ કરી હતી અને લગ્ની વાત પર ઘરમાં પહેલા પણ ઝઘડો થઈ ચુક્યો હતો.

કાશીરામ કોલોનીની નજીક સનૌઆમાં રહેતા અરશદે તાજેતરમાં બીજા લગ્નની જીદ પકડી હતી. તેની પહેલી પત્નીનું મોત નીપજ્યું છે. તેના આઠ સંતાનોમાં પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ છે. તમામના લગ્ન થઈ ગયા છે અને તેમના પણ બાળકો છે. વૃદ્ધ બીજા નિકાહ કરવાનો હોવાની જ્યારે તેના બાળકોને ખબર પડી, તો લોકલાજની દુહાઈ આપીને પિતાને સમજવવાની કોશિશ કરવામાં આવી. પરંતુ અરશદ એકનો બે થયો નહીં. બીજા નિકાહના મામલે અરશદને તેના પરિવાર સાથે ગુરુવારે પણ ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને ગત મોડી રાત્રે અરશદે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

શુક્રવારે સવારે પરિવારજનો જ્યારે જાગ્યા તો તેમને ઘટનાની જાણકારી મળી હતી. અરશદ સાથે તેના ત્રણ પુત્રો રહેતા હતા. જ્યારે અન્ય બે પુત્રો અન્યત્ર રહે છે. તેની ત્રણેય દીકરીના નિકાહ થઈ ચુક્યા છે. જણાવવામાં આવે છે કે વૃદ્ધે નારાજ થઈને નાણાં આપવાનું પણ બંધ કર્યું હતું. પોલીસ અધિકારી રાજકુમાર ભારદ્વાજે કહ્યુ છે કે વૃદ્ધ બીજા નિકાહ કરવા ઈચ્છતો હતો. પોસ્ટમોર્ટમમાં આત્મહત્યાની પુષ્ટિ થઈ છે.