અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રંગનાથ પાંડેએ જજની નિયુકિતને લઈને અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે તેમના સવાલોનો ઉલ્લેખ તેમણે લખેલા વડાપ્રધાનના પત્રમાં જોવા મળ્યો છે તેમણે કહ્યું કે જ્જની નિમણુંકને લઈને કોઈ નક્કી કરેલ માપદંડ નથી વધુમાં પત્રમાં લખ્યું હતું કે હાઈકોર્ટના જ્જની પસંદગી ચા ના આમંત્રણથી બંધ રુમમાં થાય છે
જસ્ટિસ પાંડે એ પત્રમાં લખ્યું કે ન્યાયાધીશોની નિયુક્તી માટે નિશ્વિત માપદંડ નથી આ પ્રણાલી જાતિવાદથી પ્રેરીત છે તે ઉપરાંત પરિવારવાદથી સંબાધિત છે ન્યાયપાલિકાની ગરિમા જળવાય રહે તે માટે ચોક્કસ પગલા લેવા જોઈએ.
વધુમાં આક્રોશ સાથે જણાવ્યું હતું કે બદનસીબે ન્યાયપાલિકા વંશવાદ અને જાતિવાદથી પ્રેરીત છે જો અહિ આપણે જ્જના પરિવારથી હોઈશું તો જ આપણે આગામી જ્જ માટે નિયુંકત થઈશું જ્યારે અન્ય ન્યાયાધીશને પોતાની યોગ્યતા સિધ્ધ કરવાની તક મળતી હોય છે પરંતું હાઈ કોર્ટ ને સુપ્રીમ કોર્ટના જ્જની નિમણુંક માટે આપમા પાસે કોઈજ પ્રકારના માપદંડ નથી. પ્રચલિત કસોટી પરિવારવાદ અને જાતિવાદથી જ અસરકારક છે જસ્ટિસ પાંડેએ વડાપ્રધાન પાસે કડક પગલાની માંગણી કરી છે તેઓ કહે છે કે મારા સમયકાળ દરમિયાન મને ધણી વખત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જ્જને જોવાની તક મળી છે એવા જ્જને જોયો છે કે જોઓ પાસે કાયદાનું જ્ઞાન અપુરતુ છે જ્યારે સરકાર તરફથી રાષ્ટ્રીય ન્યાયિક પસંદગી પંચની સ્થાપના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો સુપ્રીમ કોર્ટે તેને પોતકાના જ કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ ગણાવીને ગેરબંધારણીય જાહેર કર્યો .જસ્ટિસ પાંડે એ ન્યાયપાલિકાની ગરિમાંને ફરી સ્થાપિત કરવા માટે કડક પગલાની માંગનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે
.