Site icon hindi.revoi.in

જમવામાં કરો અજમા સાથે દહીંનો ઉપયોગ, અનેક નાની-મોટી બીમારીઓથી દૂર

Social Share

ઘરના કિચનમાં રાખેલ અજમો સેહતની અનેક સમસ્યાઓથી રાહત મેળવવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. અજમો આપણા સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. અજમાના નાના-નાના બીજમાં ઘણા એવા ગુણકારી તત્વ હાજર છે, જેનાથી તમે હજી અજાણ છો. અપચો થવા પર મોટાભાગે ગરમ પાણી અને મીઠાની સાથે અજમો ખાવાની સલાહ આપવામાં આવે છે. આટલું જ નહીં અજમાથી શરદી, નાક વહેવું અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અજમાનો ઉપયોગ ખૂબ ફાયદો કરે છે. તેમાં ભરપુર એન્ટીઓકિસડન્ટ રહેલું છે. અજમો છાતીમાં જમા થયેલા કફને છુટો પાડવામાં પણ મદદ કરે છે. અજમાના બીજા પણ ઘણા ફાયદા છે. તો ચાલો આપણે જાણીએ…

ગરમીની અસરને કારણે ગળું બેસી જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે બોરના પતા અને અજમાને પાણીમાં ઉકાળો, ત્યારબાદ પાણીને ગાળી લો અને તેની સાથે ગાર્ગલ કરો, જેનાથી ખુબ જ ફાયદો થાય છે.

જો તમને માથાનો દુખાવો હોય તો એક ચમચી અજમાને અડધો લિટર પાણીમાં નાખી ઉકાળો. પાણીને ગાળીને રાખો અને દિવસમાં બે કે ત્રણ વાર લેવાથી ફાયદો થશે.

સરસવના તેલમાં અજમો નાખીને સરખી રીતે ગરમ કરો. તેને સાંધામાં માલિશ કરવા પર તેના દુખાવામાં રાહત મળશે.

જો તમારા ચહેરા પર ખૂબ ખીલ છે તો દહીની સાથે થોડો અજમો પીસીને તેના લેપને ચહેરા પર લગાવો. જ્યારે લેપ સુકાઈ જાય ત્યારે તેને ગરમ પાણીથી સાફ કરી લો. થોડાક જ દિવસમાં ખીલ ગાયબ થઈ જશે.

_Devanshi

Exit mobile version