Site icon hindi.revoi.in

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ દવાઓની કિંમત ધટાડવાના આદેશ આપ્યા-અમિરીકીઓને થશે ફાયદો

Social Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ એ શુક્રવારના રોજ દવાઓની કિંમતોમાં ઘટાડો લાવવાના સંદર્ભે ચાર આદેશો પર હસ્તાક્ષર કર્યા છે,અમેરિકામાં હવે ડોક્ટર દ્રારા લખી આપવામાં આવેલી દવાઓ પર અમેરિકાના લોકોએ ઓછી કિંમત ખર્ચ કરવી પડશે,જો કે અમેરિકાના લોકોનું કહેવું છે કે, ટ્રમ્પ એ આ નિર્ણય એટલા માટે લીધો છે કે,ચૂંટણીના સમય પહેલા જ કોરોના સંક્ટની મહામારીને નાથવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે,જેથી કોરોના બાબતે લોકોએ તેમની અવગણના કરી હતી.

આ પ્રસંગે ટ્રમ્પ દ્રારા કહેવામાં આવ્યું કે,એક આદેશ કેનેડા જેવા દેશોમાંથી સસ્તી દવાઓના કાયદાકીય આયત માટે પરવાનગી આપશે,જ્યારે બીજા આદેશ મુજબ કંપનીઓ તરફથી છૂટ આપવામાં આવશે જે બિચૌલિયોથી થઈને રોગિંયો સુધી પહોંચશે.

રોયટર્સના એહવાલ પ્રમાણે ટ્રમ્પ દ્રારા રજુ કરવામાં આવેલો એક બીજો આદેશ ઈન્સ્યુલીનની સંખ્યાને ઓછો કરવા માટેનો છે,જ્યારે ચોથો આદેશ એવો છે કે,જો દવાઓની કંપનીઓ સાથે વાતચીત કરવામાં સફળતા મળશે તો આ ચોથો આદેશ લાગુ કરવાની આવશક્તા જ નહી રહે,ટ્રમ્પના કહેવા પ્રમાણે, જો આમ થશે તો મેડિકેર બીજા દેશો જે કિમંતે દવાઓ વેચે છે તેજ કિમંતે ખરીદવા માટે ઉપલબ્ધ કરાશે.

આ સાથે જ ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓના અધિકારીઓને ટ્રમ્પ દ્રારા એક બેઠક માટે વિનંતી કરવામાં આવી છે,આ બેઠકમાં તેઓ દવાઓના ભાવમાં કઈ રીતે ઘટાડો લાવી શકાય તે અંગે ચર્ચા કરશે,રાષ્ટ્રપતિ ટ્રમ્પએ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતા પહેલા કહ્યું કે, “અમે પેસન્ટને લોબીવાદીઓ સમક્ષ મૂકી રહ્યા છીએ, વરિષ્ઠ નાગરિકોને અમારા વિશેષ હિતોથી આગળ રાખીએ છીએ, અને અમે પહેલા અમેરિકાને રાખી રહ્યા છીએ.”

ઉલ્લેખનીય છે કે,અમેરિકામાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે,જેમાં જો છેલ્લા 24 કલાકની વાત કરવામામં આવે તો 76 હજારથી વધુ નવા કેસોં નોંધાયા છે.ટ્રમ્પનું કોરોના બાબતે નરમ વલણ તેમની આલોચનાને આગળ વધારી રહ્યું છે.ત્યારે તેઓ હવે સતત કાર્યશીલ બનીને લોકોમાં પોતાનું મહત્વનું સ્થાન બવાનનાના પ્રયત્નમાં લાગ્યા છે,તેમણે કહ્યું કે વ્હાઈટ હાઉસ હેલ્થકેર માટે એક ફંડનું પણ ટૂંક સમયમાં આયોજન કરશ.

સાહીન-

Exit mobile version