- જોબિડનએ કરી સ્પષ્ટા
- ચીનના માલ પર નહી ઘટાડવામાં આવે ઈમ્પોર્ટ ડ્યૂટી
- ટ્રમ્પનો નિર્ણય યથાવત રાખશે નવા નિર્મિત રાષ્ટ્રપતિ જોબિડન
તાજેતરમાં જ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જોબિડન એ ટ્રમ્પને હરાવીને જીત મેયવલી હતી, ત્યારે હવે જોબાઈડ સત્તામાં આવતાની સાથે જ અનેક મહત્વના મુદ્દાઓ પર નિર્ણય આપી રહ્યા છે.
જોબાઈડને ચીનને લઈને એક નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે,ચીનના માલ પર આયાત ડ્યૂટી ઘટાડવામાં આવશે નહી, આ વાતને લઈને હાલ તો ચીનની સમગ્ર આશાઓ નિષ્ફળ થતી જોવા મળી રહી છે, કારણ કે, ટ્રમ્પના ગયા બાદ ચીન આશા સેવી રહ્યું હતું કે અમેરિકા તરફથી અમારા દેશના માલની આયાત પરનો ટેક્સ ઘટાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ડોલાન્ડ ટ્રમ્પ સત્તામાં હતા ત્યારે તેમણે આ નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ચીનને લાગ્યું કે,હવે જોબાઈડન રાષ્ટ્રપતિ પદે આવ્યા છેતો ટ્રમ્પનો નિર્ણયની અવગણના કરશે, જો કે ચીનના વિચાર ઉલટા થયેલા જોવા મળી રહ્યા છે.
નવા નિમાયેલા રાષ્ટ્રપતિ જોબિડન એ ન્યૂયોર્ક ટાઇમ્સના પત્રકાર સાથે વાત કરતાં વખતે જણાવ્યું હતું કે, ચીન સાથે ટ્રમ્પ સરકારે શરુઆતમાં કરેલા વ્યાપારીક મુ્દાના કરારો રદ કરવાનો નથી. જો કે હવે પછીના વેપાર મુદ્દાઓને લઈને આ પ્રકારના વ્યવહારોમાં અમેરિકાનું હિત મોખરે રહેશે
તેમણે વધુમાં કહ્યું કે,હું મારા અંગત પૂર્વગ્રહોને વચ્ચે લાવીશ તેના , આમ કર્યા વગર જ હું તમામ વિકલ્પો ખુલ્લા મૂકીશ. અમારી પ્રાથમિકતા અમેરિકાનું હિત રહેશે.
સાહિન-