વોશિંગ્ટન : તાજેતરના મહિનાઓમાં ટ્રમ્પ વહીવટી તંત્રના વલણ પરથી સંકેત મળી રહ્યા હતા કે અમેરિકા આગામી કેટલાક સમયગાળામાં અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોની હાજરી ઘટાડી દેશે. જો કે અમેરિકાન દૂતનું કહેવું છે કે આવું કંઈ થવાનું નથી. અફઘાનિસ્તાનથી અમેરિકાની સેનાની વાપસીને અહેવાલો વચ્ચે તાલિબાન સાથે વાતચીત માટે અમેરિકાના દૂતે ગુરુવારે કહ્યુ છે કે અમેરિકા દુનિયાના સૌથી લાંબા યુદ્ધમાંથી ન તો પોતાની સેના ઘટાડવાનું છે અને ન તો ત્યાંથી ભાગી રહ્યું છે.
અમેરિકાના દૂતે કહ્યુ છે કે લગભગ 18 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ વાટાઘાટોમાં મહિલાઓના અધિકારોને પણ મહત્વ આપવામાં વશે. જળમય ખલીલજાદે કતરથી એક વીડિયો લિંક દ્વારા વોશિંગ્ટનમાં દર્શકોને સંબોધિત કર્યા હતા. વોશિંગ્ટનમાં થયેલા આ કાર્યક્રમ એ મહિલાઓના અવાજ ઉઠાવવા પર કેન્દ્રીત રહ્યું જેમણે આશંકા વ્યક્ત કરી કે તાલિબાના સાથે કોઈપણ પ્રકારની શાંતિ સમજૂતીથી આઝાદી પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલી કોશિશો પર પાણી ફરી વળે અને આ તેમને તાલિબાનના દમનકારી શાસનના તબક્કામાં પાછું લઈ જશે.
અફઘાનિસ્તાનમાં જન્મેલા અમેરિકાના દૂતે કહ્યુ છે કે અમે અહીં ઘણી જ સકારાત્મક વિરાસત છોડવા માંગીશું. અમે ન તો સેના ઘટાડી રહ્યા છે અને ન તો ભાગી રહ્યા છીએ. અમે સેના હટાવવાની સમજૂતી કરી રહ્યા નથી. અમે શાંતિ સમજૂતી કરી રહ્યા છીએ. અમે અફઘાનિસ્તાન સાથે દીર્ઘકાલિક સંબંધો અને ભાગીદારીની આશા કરીએ છીએ. તાલિબાનોએ હાલની અફઘાન સરકાર સાથે મુલાકાત કરવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ શાંતિને લઈને ચર્ચા ચાલી રહી છે.