Site icon hindi.revoi.in

લોકસભામાં ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માત મામલે હંગામો, ટક્કર મારનાર ટ્રક સપાના નેતાનો હોવાનો દાવો

Social Share

લોકસભામાં ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતના મામલે વિપક્ષી દળોએ ભારે સૂત્રોચ્ચાર કરીને હંગામો કર્યો છે. આ મામલે ગૃહ પ્રધાન અમિત શાહના જવાબની માગણી પણ કરવામાં આવી છે.

ડીએમકેના સાંસદ કનિમોઝીએ ઉન્નાવનો મામલો ઉઠાવતા કહ્યું છે કે જ્યારે આ ગૃહમાં એક મહિલા સદસ્યનું અપમાન થયું, તો આખા ગૃહે એક સૂરમાં તેની આલોચના કરી હતી. આટલું કહ્યા બાદ સ્પીકરે તેમને બોલવાની મંજૂરી આપી નહીં. ઓમ બિરલાએ અધીર રંજન ચૌધરીને કહ્યુ કે તમે કોઈપણ એજન્સી પાસે મામલાની તપાસની માગણી કરી શકો છો. પરંતુ ગૃહને ચાલવા દો, કારણ કે તમે લોકોએ નક્કી કર્યું હતું કે રાજ્યોના મુદ્દા ગૃહમાં ઉઠાવવામાં આવશે નહીં॥ કોંગ્રેસ આ મુદ્દા પર ગૃહ પ્રધાન પાસેથી જવાબની માગણી પર અડગ છે.

લોકસભામાં ગ્રાહક સંરક્ષણ બિલ પર ચર્ચા ચાલુ છે. ભાજપના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે કહ્યુ છે કે ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યુ છે કે ગ્રાહકોના મામલાના સમાધાનમાં વિલંબ થતો હતો અને ઝડપથી ન્યાય મળી શકતો ન હતો. પરંતુ આ બિલના પાસ થવાથી ગ્રાહકોને ઝડપી ન્યાય મળી શકશે. અગ્રવાલે કહ્યુ છે કે પ્રધાનોના સમૂહે પાંચ મુખ્ય ભલામણો કર છે, કે જે ઘણી મહત્વની છે. તેમણે કહ્યુ છે કે વધેલા અધિકારો અને ન્યાય ક્ષેત્રની સાથે આ બિલ ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન કરશે. લોકસભામાં હજીપણ વિપક્ષી સાંસદો ઉન્નાવના મુદ્દે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

લોકસભામાં ઉન્નાવ મામલે હંગામા અને વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને ગ્રાહક સંરક્ષણ બિલ ગૃહમાં રજૂ કરી રહ્યા હતા. પરંતુ ભારે હંગામાને કારણે પાસવાનના સ્થાને ભાજપના સાંસદ રાવસાહેબ પાટીલ દાનવેએ બિલને પાસવાના તરફથી ગૃહમાં રજૂ કર્યું હતું.

લોકસભામાં સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યુ છે કે મામલાની સીબીઆઈ તપાસ ચાલી રહી છે અને આ વિષય પર રાજનીતિ થવી જોઈએ નહીં. ભાજપના સાસંદ જગદમ્બિકાપાલે કહ્યુ છે કે જે ટ્રકથી અકસ્માત થયો છે, તે સમાજવાદી પાર્ટીના નેતાની છે. વિપક્ષ પુરાવા મિટાવવાની કોશિશ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ છે કે સરકારે આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરી છે અને આ દુર્ઘટના હોઈ શકે છે. પરંતુ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ રાજનીતિ માટે આને ભાજપની સાજિશ ગણાવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતાની ટ્રક હતી અને માટે તે સરકાર પર નિશાન સાધી રહ્યા છે. યુપીમાં વિપક્ષની કોઈ જમીન બચી નથી અને યોગી સરકારને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે.

લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે ઉન્નાવની ઘટના સભ્ય સમાજ માટે કલંક છે. તેમણે ક્હ્યુ કે રેપના મામલામાં સીબીઆઈ તપાસ થઈ રહી છે. તેમ છતાં સરકાર પીડિતાને સુરક્ષા આપી રહી નથી. ચૌધરીએ કહ્યુ છે કે પીડિતાએ મુખ્યપ્રધાન નિવાસસ્થાનની સામે આત્મદાહ કરવાની કોશિશ કરી હતી. યુપી સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. કોંગ્રેસના સાંસદે કહ્યુ છે કે પીડિતાના ઘણાં પરિવારજનોના પહેલા જ મોત થઈ ચુક્યા છે. ચૌધરીએ ક્હ્યુ કે ગૃહ પ્રધાને આ મામલા પર ગૃહમાં જવાબ આપવો જોઈએ. આપણે ક્યાં સમાજમાં રહીએ છીએ. પીડિતાની સાથે દર્દનાક ઘટના ઘટી રહી છે અને સરકારે આના પર જવાબ આપવો જોઈએ.

Exit mobile version