Site icon hindi.revoi.in

વોટ્સએપમાં અનેક ફીચર્સના લૂક અને ડીઝાઇનમાં અપડેટ

Social Share

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ અને અપડેટ પ્રદાન કરે છે. યુઝર્સ આતુરતાથી કંપનીના નવા અપડેટની રાહ જોતા હોય છે, એવામાં વોટ્સએપ યુઝર્સ માટે ખુબ જ સારા સમાચાર છે, આ દરમિયાન વોટ્સએપ માટે વધુ એક નવું અપડેટ જારી કરવામાં આવ્યું છે, કંપની વોટ્સએપના કેટલાક ફીચર્સના ડિઝાઇન અને લૂક બદલવા જઈ રહી છે અને તમને આ ફેરફાર ચોક્કસપણે ગમશે.

WABetaInfoની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વોટ્સએપે ગૂગલ બીટા પ્રોગ્રામમાં એક નવું અપડેટ વર્ઝન 2.20.198.9 સબમિટ કર્યું છે, જેનાથી તમારા વોટ્સએપ પર ઘણા નવા ફીચર્સ લાવશે…નવા અપડેટમાં યુઝર્સને વોટ્સએપના નવા લુકનો અનુભવ મળશે. તેમાં નવા iconની સાથે જૂનો કેમેરો શોર્ટકટ પણ પાછો ફર્યો છે.

જૂની અને અપડેટ વચ્ચેનો તફાવત બતાવવા માટે WABetaInfoએ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં જોઇ શકાય છે કે, નવા અપડેટમાં કેમેરા શોર્ટકટ ખોલતી વખતે ‘Documents, Camera, Gallery, Audio, Room, Location, Contact’ icon હાજર છે….

નવા અપડેટ ઉપરાંત વોટ્સએપે ભૂતકાળમાં બે નવા સ્ટીકર પેક ઉમેર્યા હતા…જેની માહિતી WABetaInfo એ પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી હતી….નવું સ્ટીકર પેક્સ YaYa અને Hacker Girl એન્ડ્રોયડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ માટે રજૂ કરવામાં આવ્યાં છે.

દેવાંશી-

Exit mobile version