1. Home
  2. revoinews
  3. બચ્ચનની આ ત્રણેય ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે
બચ્ચનની આ ત્રણેય ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે

બચ્ચનની આ ત્રણેય ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે

0
  • અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’, ‘લુડો’ અને ‘ઇન્દુ કી જવાની’ ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ
  • ટી- સિરીઝ આ ત્રણેય ફિલ્મોને ડિજિટલ રીતે રિલીઝ કરશે
  • કંપનીએ આ ત્રણેય ફિલ્મો માટે કર્યો છે કરાર

કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘર પણ બંધ કરવામાં આવ્યા હતા. આને કારણે રિલીઝ માટે તૈયાર ઘણી ફિલ્મો થિયેટરો અને મલ્ટિપ્લેક્સમાં બતાવી શકાઈ ન હતી. લોકડાઉન દૂર થવાની રાહ જોતા કંટાળીને ફિલ્મેકર્સ અને પ્રોડ્યુસર તેમની ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે.

સોમવારે ડિજિટલ પ્લેટફોર્મ પર 7 મોટી ફિલ્મોના રિલીઝની જાહેરાત કરવામાં આવી હતી. આ સાત ફિલ્મો ઉપરાંત અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ’ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ પહેલા બિગ બીની ‘ગુલાબો સીતાબો’ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. એટલે કે ઝુંડ અમિતાભની બીજી ફિલ્મ હશે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. લોકડાઉન પછી ઓટીટી પર રિલીઝ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ હતી.

ટી-સિરીઝે તેના ‘લુડો’, ‘ઝુંડ’ અને ‘ઈંદુ કી જવાની’ ને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ ત્રણેય ફિલ્મો માટે કરાર કરી લીધો છે. ટી સીરીઝની આ ત્રણેય ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેમની પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે.

ફિલ્મ નિર્માતાઓ હવે લોકડાઉન ખુલવાની રાહ જોઈ શકતા નથી કારણ કે તેઓ આ ત્રણેય ફિલ્મો જૂન સુધીમાં રિલીઝ કરવાના હતા. હાલ, સિનેમા ઘર ખોલવાની સંભાવના નથી. મજબૂરીમાં નિર્માતાઓએ આ ફિલ્મોને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.