Site icon hindi.revoi.in

રાજા ભૈયાના પિતા નજરકેદ, મુહર્રમના દિવસે નહીં કરી શકે હનુમાન ભંડારો

Social Share

યુપીના પ્રતાપગઢ જિલ્લાના કુંડા ક્ષેત્રના ધારાસભ્ય રઘુરાજપ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહને જિલ્લા વહીવટી તંત્રે નજરકેદ કરવાનો આદેશ આપ્યો છે. મુહર્રમના કારણે પ્રશાસને આ પગલું ભર્યું છે. ઉદય પ્રતાપ સિંહ સોમવારે સાંજે પાંચ વાગ્યાથી મંગળવારે રાત્રે દશ વાગ્યા સુધી પોતાના નિવાસસ્થાન ભદરી મહેલ ખાતે નજરકેદ રહેશે.

રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહ કુંડા કોતવાલી ક્ષેત્રના શેખપુર આશિક ગામમાં મુહર્રમના દિવસે નીકળનારા જુલૂસના માર્ગમાં આવતા હનુમાન મંદિર પર ભંડારાના આયોજન મામલે અડી ગયા છે. પરંતુ પ્રતાપગઢ જિલ્લા વહીવટી તંત્રે તેમને ભંડારાની મંજૂરી આપી નથી.

જિલ્લા વહીવટી તંત્રે પહેલા જ તેમને ભંડારા અને હનુમાન પાઠ કરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. મુહર્રમની 10મી તારીખે મુસ્લિમ સમુદાયના તાજિયા જુલૂસ નીકળે છે, તે મંદિરના માર્ગમાં થઈને નીકળતા હોય છે. આ દરમિયાન બંને સમુદાયો વચ્ચે ટકરાવની આશંકા વધી જાય છે. કુંડાના ઉપ જિલ્લાધિકારીએ આ દરમિયાન આખા ક્ષેત્રમાં શાંતિ-વ્યવસ્થા બનાવી રાખવા માટે કલમ-144 લાગુ કરી દીધા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઠેરઠેર પોલીસ ફોર્સનો ખડકલો કરી દેવામાં આવ્યો છે.

પ્રશાસને કુંડાની સડક પર લગાવવામાં આવેલા ભગવા ઝંડા ઉતારવાનું ફરમાન જાહેર કરી દીધું છે. રાજા ઉદય પ્રતાપના ડઝનબંધ નિકટવર્તીઓને જિલ્લા પ્રશાસને નોટિસ પકડાવી દીધી છે. પ્રશાસને કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસને આખા વિસ્તારમાં તેનાત કરી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે યુપીમાં 2017થી યોગી સરકારના સત્તામાં આવ્યા બાદથી અપક્ષ ધારાસભ્ય રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહને આ કાર્યક્રમના આયોજનની પ્રશાસન મંજૂરી આપતું નથી અને તેમને નજરકેદ કરી લેવામાં આવે છે. જ્યારે સમાજવાદી પાર્ટી અને બીએસપીની સરકારમાં ઉદય પ્રતાપ સિંહના ભંડારાને કારણે મુસ્લિમ સમુદાય તાજિયા કાઢી શકતો ન હતો.

Exit mobile version