Site icon hindi.revoi.in

અતિ પછાત જાતિઓને SCનો દરજ્જો: ભાજપ સરકારે સાધ્યા એક તીરથી ઘણાં નિશાન

Social Share

લખનૌ: ભાજપ સરકારે 17 અતિ પછાત જાતિઓને અનુસૂચિત જાતિઓમાં સામેલ કરવાનો આદેશ જાહેર કરીને એક તીરથી અનેક નિશાન સાધવાની કોશિશ કરી છે. આ આદેશ દ્વારા ભાજપ સરકાર અતિ પછાતોમાં મજબૂત ઘૂસણખોરી સાથે આ જાતિઓની 14 ટકા વોટબેંક સાધવાની કોશિશમાં પણ છે. આ આદેશને લોકસભા ચૂંટણી દરમિયાન અલગ થયેલી સુહેલદેવ ભારતીય જનતા પાર્ટી એટલે કે એસબીએસપીથી વિધાનસભા ચૂંટણીમાં સંભવિત નુકસાનની ભરપાયનો પ્રયાસ માનવામાં આવે છે.

યુપીમાં 17 જાતિઓ- નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, માછીમાર, પ્રજાપતિ, રાજભર, કહાર, કુમ્હાર, ધીમર, માંઝી, તુરહા અને ગૌડ- ની વસ્તી લગભગ 13.63 ટકા છે. ચૂંટણીમાં આ જાતિઓનું વલણ જીતની દિશા નક્કી કરી શકે છે. યુપીમાં 13 નિષાદ જાતોની વસ્તી 10.25 ટકા છે. તો રાજબ, 1.32 ટકા, કુમ્હાર 1.8 ટકા અને ગૌડ 0.22 ટકા છે. ઘણાં લાંબા સમયથી માગણી થઈ રહી છે કે તેમને એસસી-એસટીની યાદીમાં સામેલ કરવામાં આવે. અતિ પછાત જાતિની રાજનીતિ કરનાર એસબીએસપી અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરનું માનવું છે કે પછાત જાતિઓમાં પણ અતિ પછાત હોવાને કાણે સમાજમાં તેમને વ્યાજબી હિસ્સેદારી મળી રહી નથી.

ભાજપ સરકારના આ નિર્ણયને યુપીમાં એસપી અને બીએસપીના તોડ તરીકે જોવાય શકે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ આ બંને પક્ષોના ગઠબંધનને જોઈ ચુક્યું છે. જો કે લોકસભા ચૂંટણીમાં તો ભાજપને નુકસાન થયું નથી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધન ફરીથી બનશે, તો પછાતોના એક મોટા વર્ગના વોટથી તેમને હાથ ધોવા પડે તેવી શક્યતા છે. આ જાતિઓની અસરને કારણે જ એસપી અન બીએસપી બંને તેમને પહેલા પણ અનુસૂચિત જાતિમાં સામેલ કરવાની નિષ્ફળ કોશિશ કરી ચુક્યા છે.

એસપી-બીએસપી પહેલા પણ આવા પ્રકારની કોશિશ કરીને આ જાતિઓને લોભાવવાનો પ્રયાસ કરી ચુકી છે. 2005માં મુલાયમ સરકારે આના સંદર્ભે આદેશ જાહેર કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે તેને પર રોક લગાવી દીધી હતી. તેના પછી પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો. 2007માં માયાવતી સત્તામાં આવ્યા તો આ પ્રસ્તાવને તેમણે નામંજૂર કર્યો હતો. આ જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાની માગણીને લઈને તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને પત્ર લખવામાં આવ્યો હતો.

વિધાનસભા ચૂંટણીના પહેલા ડિસેમ્બર-2016માં આવા પ્રકારની કોશિશ અખિલેશ યાદવે પણ કરી હતી. તેમણે 17 અતિપછાત જાતિઓને એસસીમાં સામેલ કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી પણ અપાવી દીધી હતી. કેન્દ્રને નોટિફિકેશન મોકલીને જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મામલો કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયમાં જઈને અટવાય ગયો હતો.

Exit mobile version