Site icon hindi.revoi.in

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી યોગી સરકારને આંચકો, અનુસૂચિત જાતિમાં સામેલ નહીં થાય 17 OBC જાતિઓ

Social Share

અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તરપ્રદેશની યોગી સરકારને મોટો આંચકો આપ્યો છે. હાઈકોર્ટે ઓબીસીની 17 જાતિઓના અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવાના યોગી આદિત્યનાથની સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે મુખ્ય સચિવ સમાજ કલ્યાણ મનોજ કુમાર સિંહને વ્યક્તિગત એફિડેવિટ દાખલ કરવા તાકીદ કરી છે.

જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ રાજીવ મિશ્રની ડિવીઝન બેંચે મામલાની સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. કોર્ટે સરકારના નિર્ણયને ખોટો માન્યો છે. કોર્ટે કહ્યું છે કે આવા પ્રકારના નિર્ણય લેવાનો અધિકાર સરકારને ન હતો.

હાઈકોર્ટે યોગી સરકારને કહ્યું છે કે રાજ્ય સરકારને આવા પ્રકારના નિર્ણય લેવાનો અધિકાર નથી. માત્ર સંસદ જ એસસી અથવા એસટી જાતિઓમાં પરિવર્તન કરવાનો અધિકાર ધરાવે છે.

યુપીની યોગી સરકારે 24 જૂને શાસનાદેશ જાહેર કર્યો હતો. યોગી સરકારે 17 ઓબીસી જાતિને એસસીનીયાદીમાં સામેલ કરી દીદી છે. આ જાતિઓને અનુસૂચિત જાતિઓની યાદીમાં સામેલ કરવા પાછળ યોગી સરકારે કહ્યું હતું કે આ જાતિઓ સામાજીક અને આર્થિકપણે વધારે પછાત થઈ છે.

યોગી સરારે આ 17 પછાત જાતિઓને અનુસૂચિત જાતિના પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કર્યો હતો. તા માટે જિલ્લાધિકારીઓને આ 17 જાતિઓના પરિવારોને જાતિ પ્રમાણપત્ર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે પછાત જાતિઓમાં નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, માછીમાર, પ્રજાપતિ, રાજભર, કહાર, કુંભાર, ધીમર, માંઝી, તુરહા, ગૌડ વગેરે છે. આ પછાત જાતિઓને હવે એસસી કેટેગરીની યાદીમાં નાખાવામાં આવી છે. સરકારે જિલ્લાધિકારીને આ 17 જાતિઓના પરિવારોને જાતિ પ્રમાણપત્ર જાહેર કરવાનો આદેશ કર્યો હતો. તેના પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે.

Exit mobile version