Site icon hindi.revoi.in

ઉન્નાવ રેપ પીડિતાની કાકી-માસીના મોતના મામલે ભાજપના ધારાસભ્ય સેંગર સામે ખૂનની FIR

Social Share

ઉન્નાવ રેપ પીડિતાની સાથે સડક દુર્ઘટનાને લઈને ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં પીડિતાની કાકી અને માસીના મોત નીપજ્યા હતા.

કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ હત્યા, હત્યાનું ષડયંત્ર કરવાના કેસ નોંધવામાં આવ્યા છે. ધારાસભ્ય વિરુદ્ધ એફઆઈઆર પીડિતાના કાકાએ દાખલ કરાવી છે. પીડિતાના કાકા હાલ રાયબરેલી ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે.

એફઆઈઆરમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, તેના ભાઈ મનોજ સેંગરને પણ નામજદ કરવામાં આવ્યા છે. આમા દશ નામજદ અને 15થી 20 અજ્ઞાત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આઈપીસીની કલમ-302, 307, 506, 120-બીના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

Exit mobile version