Site icon Revoi.in

ચંદ્ર પર જોવા મળી અજાણી પ્રવૃતિ, એલિયન્સ હોવાની શંકા

Social Share

અમદાવાદ: બ્રહ્માંડમાં આપણે એકલા નથી તેવા ચમકારા તો વૈજ્ઞાનિકોને અનેક વાર થયા છે, આજ સુધી તે શું છે તેના વિશે પુરી જાણકારી આપણે મેળવી શક્યા નથી. યુએફઓ (UFO – Unidentified Flying Object) કે જેને આપણે એલિયન્સના સ્પેશશીપ કહીએ છે તેવું જ કાંઈક ચંદ્રની સપાટી પર જોવા મળ્યું છે.

ફીઝીક્સ એસ્ટ્રોનોમીના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ચંદ્રની સપાટી પર કાંઈક હલચલ ચાલી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ આ વસ્તું શું છે તેના વિશે કોઈ અનુમાન લગાવી શકાય નહી પણ જોઈને તમામ લોકોને તે વાતને જાણ થઈ જશે કે આપણે આ બ્રહ્માંડમાં એકલા નથી.

આ વીડિયો 59 સેકન્ડનો છે અને ક્યુબેક શહેરથી કોઈ સાયન્સ ફોટોગ્રાફર દ્વારા શુટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઉત્તર-પૂર્વમાંથી બે અજાણ્યા પ્રકાસ નીકળી રહ્યા છે અને અચાનક ગાયબ થઈ જતા દેખાઈ રહ્યા છે.

જો કે દર વખતની જેમ આ વખતે પણ તે વાત જાણી શકાય તેમ નથી કે આ એલિયન્સ જેવા સ્પેશશીપ આવ્યા ક્યાંથી છે અને કેવી રીતે તેઓ ક્ષણભરમાં ગાયબ થઈ જાય છે.

_Vinayak