Site icon hindi.revoi.in

મધ્ય પ્રેદશમાં અવિરત વરસતા વરસાદથી જનજીવન પર માઠી અસર,અનેક ગામો સંપર્ક વિહોણા

Social Share

ઈંદોર-માલવા નિમાડમાં સતત આફતનો વરસાદ વરસી રહ્યો છે,આગર-માલવા જીલ્લામાં સતત ભારે વરસતા વરસાદનું પાણી મુખ્ય બજારોમાં ફળી વળ્યું છે,નલખેડામાં લખુંદર નદી તોફાને ચડી છે,માં બગુલામુખી મંદિરનો પુલ પાણીમાં ગરકાવ થવાથી અનેક ગામોના સંપર્ક તૂટ્યા છે,મંદસૌરમાં ભગવાન પશુપતિનાથ પૂરી રીતે પાણીમાં ગરકાવ છે,તો વળી ઉજ્જૈનમાં પણ રામઘાટ સ્થિત મંદીર પણ પાણીમાં ડૂબી ગયુ છે,ખંડવામાં નર્મદા નદીનું જળસ્તર પણ વધ્યુ છે જેના કારણે છેલ્લા 7 દિવસથી  પુલ પર અવરજવર પણ બંધ રહી છે, બડવાહમાં નર્મદા નદી 164 મીટર પર વહી રહી છે,હવામાન વિભાગે માલવા-નિમાડના ઘાર,અલીરાજપુર, દેવાસ, બડવાની જીલ્લામાં શનિવારના રોજ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું હતું.

મલ્હારમાં પણ પૂરની સ્થિતી સર્જાતા જનજીવન પર માઠી સર

સાત દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે અનેક જીલ્લાઓમાં આફત વરસાવી છે,છેલ્લા 36 કલાકમાં 5 ઈચ વરસાદ વરસી ચૂક્યો છે,તો વળી મલ્હારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, અત્યાર સુધી આ જીલ્લામાં 66 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે, વરસાદનું પ્રમાણ વધતા મલ્હારગઢ-જીરન પિપલિયા મંડી-મનાસા,મંદસૌર સિતામઉ સહીતના 20થી પણ વધુ નાના-મોટા રસ્તાઓ પાણી માં ગરકાવ થવાથી લોકો સંપર્ક વિહોણા બન્યા છે,અનેક ઘરોમાં વરસાદના પાણી ઘુસી જવાથી જનજીવન પર માઠી સર પડી છે,વહીવટ તંત્ર દ્વારા 470 લોકોને સહીસલામત જગ્યાએ સ્થળાંતર કરીને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે,શિવના નદીની સપાટી વધતાની સાથે જ પશુપતિનાથના ગર્ભગૃહ સુધી પાણી પહોંચી ગયુ છે,જોના કારણે પશુપતિનાથના 4 મુખ પાણીમાં ડૂબ્યા છે.

ગાંઘી સાગરના દરેક દરવાજા ખુલવામાં આવ્યા

મંદસૌરમાં પણ અતિભારે વરસતા વરસાદને કારણે ગાંધી સાગર ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે, ડેમમાંથી સતત 3 લાખ 33 હજાર  ક્યૂસેક પાણી પ્રતિ સેકન્ડે છોડવામાં આવી રહ્યું છે,ગાંઘી સાગરના વહીવટી મંત્રીએ આ વિશે જણાવતા કહ્યું કે ,”આ ડેમમાંથી લાખ 33  ક્યૂસેક પાણી પ્રતિ સેકન્ડે છોડવામાં આવી રહ્યું છે,આ છોડવામાં આવેલા પાણીનું પ્રમાણ એટલું બધુ છે કે જો,આ પાણી સંગ્રહ કરવામાં આવે તો અડધો ડેમ ભરાઈ જાય,આ ડેમને માત્ર 1311 ફૂટ પર મેન્ટેન કરવામાં આવી રહ્યો છે, જો કે તેની ક્ષમતા 1312 ફૂટ છે”.

ઉજ્જૈનમાં  શિપ્રા નદીનો પ્રવાહ વધતા મોટા પુલ પર પાણી ફળી વળ્યું

છેલ્લા કેટલાક દિવસોથી અવિરત પણે વરસતા વરસાદને કારણે  શિપ્રા નદીનો પ્રવાહ પણ વધ્યો છે, ત્યાનો નાનો પુલ સંપૂર્ણ રીતે ડૂબી ચુક્યો છે, જો કે માટો પુલ પર માત્ર એક ફૂટ નીચેથી શિપ્રા નદી વહી રહી છે,ગંભીર ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે,અહી આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે,લોકોના ઘર સુધી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે

મોરટક્કા પુલ પરથી છેલ્લા 7 દિવસથી લઈને હાલમાં પણ અવર-જવર બંધ

ઈંદોર-ઈચ્છાપુર હાઈવે સ્થિત મોરટક્કા પુલ જે 7માં દિવસે પણ બંધ છે,આ પહેલા શુક્રવારના રોજ એસડીએમ અને એમપીઆરડીસીના એન્જીનિયરો સાથે  પુલનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બધુ બરાબર જણાતા ફરીથી વાહન વ્યવહાર ચાલુ કરાવવાની તૈયારી કરવામાં આવી હતી પરંતુ ફરી સાંજે 5 વાગ્યે આસપાસ અચાનક નર્મદા નદીનું સ્તર વધ્યું હતુ તે જોતા ફરી  પુલ બંધ રાખવામાં જ આવ્યો.

ઓમકારેશ્વર ડેમના પણ 18 ગેટ ખોલવામાં આવ્યા છે જેમાંથી 20 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે ખંડવાથી ઈન્દોર જનારા વાહન વ્યવહારો વાયા ખલઘાટ થઈને જઈ રહ્યા છે, તો બીજી તરફ ઈન્દીરા સાગર ડેમના 12 દરવાજામાંથી 15,500 ક્યૂસેક અને પૉવર હાઉસમાંથી 1840 સહીત કુલ 15340 ક્યૂસેક પાણી પ્રતિ સેકન્ડે છોડવામાં આવી રહ્યું છે

સરવાળે મધ્ય પ્રદેશમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે ચારે બાજુ પાણી જ પાણી ફેલાય ચૂક્યું છે,અનેક નદી,નાળા તળાવો છલકાઈ ઉઠ્યા છે,નદીઓમાં જળ સપાટી વધતા નદીના પાણી અનેક વિસ્તારોમાં ધૂસી ગયા છે,નર્મદા નદી ગાંદીતૂર બની છે તો શિપ્રાનદીનો પ્રવાહ પણ વધ્યો છે ,અનેક નદીઓના પુલ પરથી વાહનોની અવર જવર પમ બંધ કરી દેવામાં આવી છે ,નદી પરના પુલ નીચે માત્ર એક ફૂટની ઊંચાઈ બાકી છે તે રીતે પાણી વહી રહ્યા છે,આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં નીમચ અને સિંગોલીને જોડતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે,

મધ્ય પ્રેદશને વરસાદે ઝપેટમાં લીધુ છે અનેક તીર્થ સ્થાનો પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે, કેટલાક જીલ્લાઓમાં નદી પરથી પસાર થતા પુલો પણ બંધ રાખવામાં આવ્યા છે,અનેક નદીઓનો જળ પ્રવાહ વધ્યો છે જેને કારણે નદીના પાણી રસ્તાઓ પર અને ગામોમાં ફળી વળ્યા છે

Exit mobile version