Site icon hindi.revoi.in

સંસદમાં સરકારે જણાવ્યું, આ 8 રાજ્યોમાં છે સૌથી વધુ બેરોજગારીનો દર

Social Share

નવી દિલ્હી: દેશમાં એવા સાત રાજ્યો છે, જ્યાં બેરોજગારી દર સૌથી વધુ છે. આ રાજ્યો છે નગાલેન્ડ, લક્ષદ્વીપ, અંડમાન-નિકોબાર, ગોવા, મણિપુર, કેરળ, પુડ્ડુચેરી અને મિઝોરમ. નેશનલ સેમ્પલ સર્વે- એનએસએસના પીરિયોડિક લેબર ફોર્સ પસર્વે પ્રમાણે, આ રાજ્યોમાં બેરોજગારી બે અંકમાં છે. સૌથી વધુ બેરોજગારીનો દર 21.4 ટકા નગાલેન્ડમાં અને સૌથી ઓછી દાદરાનગર હવેલીમાં 0.4 ટકા છે. દેશમાં કુલ બેરોજગારી દર 6.1 ટકા છે. લોકસભામાં સોમવારે શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્ય પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) ગંગવારે એક સવાલના જવાબમાં આ જાણકારી આપી છે.

તાજેતરમાં સીએઓએ મોદી સરકારની તાજપોશીને આગામી દિવસે જ બેરોજગારીનો આંકડો જાહેર કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષના દાવાને નામંજૂર કરતી રહી સરકારે પણ આખરે માન્યું છે કે બેરોજગારીનો દર 45 વર્ષના સર્વોચ્ચ સ્તર પર છે. જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, નાણાંકીય વર્ષ 2017-18 દરમિયાન દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો હતો. 14 વર્ષમાં બેરોજગારીનો દર 3.8 ટકા વધ્યો છે. એનએસએસના સર્વે પ્રમાણે, 2004માં બેરોજગારી દર 2.3 ટકા હતો, જે 2018માં 3.8 ટકા વધીને 6.1 ટકા થઈ ગયો છે.

મુખ્ય સાંખ્યિકીવિદ પ્રવીણ શ્રીવાસ્તવે રોજગારના મુદ્દા પર ભારપૂર્વક કહ્યુ છે કે રોજગારના આ નવા સર્વેક્ષણની ગત આંકડા સાથે સરખામણી કરી શકાય નહીં. આ સર્વેક્ષણમાં રીતરસમો જૂના સર્વેક્ષણથી અલગ છે. તેની ગત આંકડા સાથે સરખામણી યોગ્ય નથી.

જાણો, સૌથી વધુ બેરોજગારી દર ધરાવતા 8 રાજ્યો

રાજ્ય               પુરુષ         મહિલા       વ્યક્તિ

નગાલેન્ડ             18.3%         34.4%             21.4%

લક્ષદ્વીપ                 12.5%        50.5%          21.3%

અંદમાન-નિકોબાર      5.2%         42.8%         15.8%

ગોવા                         8.1%         26.0 %      13.9%

મણિપુર                    10.2%        15.9%      11.6%

કેરળ                        6.2%          23.2%     11.4%

પડ્ડુચેરી                      7.2%          21.7%     10.3%

મિઝોરમ                     8.8%          13.3%       10.1%

સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતા 8 રાજ્યો

રાજ્ય               પુરુષ      મહિલા     વ્યક્તિ

દાદરાનગર હવેલી    0.6%        0.0%        0.4%  
મેઘાલય                 1.3%          1.9 %         1.5%  
દમણ-દીવ               3.0 %         3.3 %         3.1%  
છત્તીસગઢ               3.3%          3.3 %         3.3%  
સિક્કિમ                   2.6%         5.2%          3.5%  
મધ્યપ્રદેશ                5.3%          2.1 %         4.5%  
આંધ્રપ્રદેશ                4.8%          4.0%         4.5%  
પશ્ચિમ બંગાળ            5.0%          3.2%         4.6%  

મહિલાઓમાં સૌથી વધુ બેરોજગારી ધરાવતા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર અને નગાલેન્ડનો સમાવેશ થાય છે.

જો મહિલાઓની બેરોજગારીની વાત કરીએ તો સૌથી વધારે બેરોજગાર મહિલાઓ લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબારમાં છે. લક્ષદ્વીપમાં 50.5 ટકા, અંદમાન-નિકોબારમાં 42.8 ટકા, નગાલેન્ડમાં 34.4 ટકા, ગોવામાં 26 ટકા, કેરળમાં 23.2 ટકા, પુડ્ડુચેરીમાં 21.7 ટકા, ચંદીગઢમાં 20.8 ટકા અને 15.9 ટકા મહિલાઓ બેરોજગાર છે.

સીઆઈઆઈની ભલામણ છે કે રાષ્ટ્રીય રોજગાર બોર્ડ બનાવવામાં આવે.

ભારતીય ઉદ્યોગ પરિસંઘ(સીઆઈઆઈ)એ રાષ્ટ્રીય રોજગાર બોર્ડ બનાવવાની ભલામણ કરી છે. આમા મુખ્ય કેન્દ્રીય મંત્રાલયો, તમામ રાજ્ય સરકારો, ઉદ્યોગ વિશેષજ્ઞો અને મજૂર સંગઠનોના સદસ્યો સિવાય અન્ય લોકો સામેલ હશે. આ બોર્ડ દેશમાં રોજગાર સર્જનમાં આવી રહેલી સમસ્યાઓને જોશે અને તેને દૂર પણ કરશે. સીઆઈઆઈએ પણ સૂચન કર્યું છે કે સરકાર એક વ્યાપક રાષ્ટ્રીય રોજગાર મિશન શરૂ કરે. સીઆઈઆઈના મહાનિદેશક ચંદ્રજીત બેનર્જીએ કહ્યુ છે કે રોજગાર સર્જન ઘણાં પાસાઓ સાથે જોડાયેલું છે. તમામ પક્ષોને સમગ્રતામાં જોવા માટે એક રાષ્ટ્રીય મિશનની જરૂરત છે.

Exit mobile version