- અન્ડર વર્લ્ડ ડોન દાઉદની સંપતિ નિલામ થઈ
- દિલ્હીના બે વકીલ બન્યા દાઉદની મિલકતના માલિક
- મુંબઈ બ્લાસ્ટ બાદ દાઉદ ફરાર છે
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની છ સંપત્તિની હરાજી કરવામાં આવી છે. આ સંપત્તિ દિલ્હીના બે વકીલોએ ખરીદી છે. વર્ષ 1993 ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કર્યા બાદ દાઉદ ઈબ્રાહીમ ફરાર છે. સરકારે અન્ડરવર્લ્ડ ડોનની સંપત્તિની હરાજી કરીને 22,79,600 રૂપિયાની કમાણી કરી લીધી છે.
દાઉદની સંપત્તિ ખરીદનારા વકીલ અજય શ્રીવાસ્તવે તેની બન્ને સંપત્તિઓની ખરીદી કરી હતી. તે જ સમયે, એડવોકેટ ભૂપેન્દ્ર ભારદ્વાજે દાઉદ ઇબ્રાહિમની બીજી ચાર સંપત્તિની ખરીદી કરી છે. હરાજીની પ્રક્રિયા દરમિયાન સરકારે દાઉદના નજીકના ઇકબાલ મિર્ચીની સંપત્તિ વેચવાની પણ બોલી લગાવી હતી.
જોકે, કોઈ પણ ખરીદદાર ઇકબાલ મિર્ચીની સંપત્તિ ખરીદવા માટે રસ ધરાવ્યો નહોતો. એવું કહેવામાં આવ્યું છે કે મિર્ચીની જે મિલકતની હરાજી થવા જઇ રહી હતી તે જુહુ સ્થિત છે. મિલકતની ભારે કિંમત હોવાને લીધે કોઈ બોલી લગાવા તૈયાર નહોતું થયું
હરાજી દરમિયાન દાઉદ ઇબ્રાહિમની પૂર્વજોની હવેલી માત્ર 11 લાખ બે હજારમાં વેચવામાં આવી છે. ભૂપેન્દ્રકુમાર ભારદ્વાજે હરાજી દરમિયાન 4, 5, 7 અને 8 નંબરની મિલકતની ખરીદી કરી હતી. બીજી તરફ મિલકત નંબર 6 અને 9 વકીલ અજય શ્રીવાસ્તવ દ્વારા ખરીદવામાં આવી છે. ટેકનીકલ ખામીના કારણે દાઉદની 10 નંબરની સંપત્તિ પરત ખેંચી લેવામાં આવી હતી.
સાહીન-