1. Home
  2. revoinews
  3. ભારત ચીનના સીમા વિવાદ બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનું નિવેદન, કહ્યું બોર્ડર પર હાલાત નાજૂક
ભારત ચીનના સીમા વિવાદ બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનું નિવેદન, કહ્યું બોર્ડર પર હાલાત નાજૂક

ભારત ચીનના સીમા વિવાદ બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનું નિવેદન, કહ્યું બોર્ડર પર હાલાત નાજૂક

0

અમદાવાદ:  ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર સમગ્ર વિશ્વની નજર છે અને અમેરિકા દ્વારા વિવાદને વાતચીતથી ઉકેલવાની સલાહ પણ આપવામાં આવી છે. આ સમયે હવે બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સને પણ વિવાદને લઈને પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે ભારત અને ચીનની બોર્ડર પર હાલત વધાર ગંભીર છે અને બ્રિટન આ વાત પર નજર રાખી રહ્યું છે.

બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સને બ્રિટનની સંસદમાં આ વાત કહી છે અને જેમાં તેમણે પણ બંન્ને દેશોને વાતચીતથી પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી. બોરિસ જ્હોન્સને તે પણ કહ્યું કે બંન્ને દેશ ઓટોક્રેસી અને કોમનવેલ્થના સદસ્ય પણ છે.

બ્રિટન સિવાય અમેરિકા પણ ભારત અને ચીન મુદ્દે ધ્યાન રાખી રહ્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યું છે. થોડા દિવસો પહેલા અમેરિકાના સેક્રેટરી દ્વારા કહેવામાં આવ્યું હતુ કે ચીન દ્વારા જ ભારતના સૈનિકોને ભડકાવવામાં આવ્યા છે અને ચીન સતત આવુ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 15 જૂન પર થયેલી હિંસક મારામારીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા અને ચીનના પણ 45 જેટલા જવાન શહીદ થયા હતા.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.