- મહાકાલ મંદિરના વિકાસ અંગે સારા સમાચાર
- ફ્રાન્સના રાજદૂત મહાકાલના દર્શને પહોંચ્યા
- મહાકાલ મંદિરના વિકાસના કામોને લઈને આપશે 80 કરોડ
ઉજ્જૈન શહેરમાં સ્થિત મહાકાલ મંદિરના વિકાસ અંગે સારા સમાચાર છે. સ્માર્ટ સિટી અંતર્ગત થનારા વિકાસ કાર્યોને લઈને આવનાર દિવસોમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠક થતી રહે છે અને બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવે છે. મંગળવારે બપોરે સિંહસ્થ મેળા કાર્યાલય ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં મહાકાલ મંદિરના વિકાસ કાર્ય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી
આ ચર્ચામાં કલેક્ટર આશિષ સિંહ, મંદિરના પ્રશાસન અને એડીએમ નરેન્દ્ર સૂર્યવંશી, નિગમ કમિશનર ક્ષિતિજ સિંઘલ,એસપી સત્યેન્દ્રકુમાર શુક્લ સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હકીકતમાં થોડા દિવસો પહેલા ફ્રાન્સના રાજદૂત ઇમેનુઅલ લેનિન તેમની પત્ની સાથે મહાકાલ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા. જેના સ્વાગતમાં વિકાસ કાર્યોમાં જમીન સંપાદન, મંદિરની આજુબાજુ 500 મીટર પહોળો અને મોકળો રસ્તો,બ્રીજ નિર્માણ, આસપાસમાં રહેતા લોકોની અન્ય જગ્યા પર રહેવાની વ્યવસ્થા, મંદિરમાં આવતા ભક્તો માટેની વ્યવસ્થા, ભંડોળ અને તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર આશિષસિંહે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, ફ્રાંસની સરકાર મહાકાલ મંદિરના વિકાસના કાર્યોને લઈને 80 કરોડ રૂપિયા આપી રહી છે,જેથી મહાકાલ મંદિરને વધુ સારો આકાર આપવામાં આવી શકે.
_Devanshi