Site icon hindi.revoi.in

EVM વિવાદ: કોંગ્રેસના નેતાની સુપ્રીમ કોર્ટ પર વિવાદીત ટીપ્પણી!

Social Share

નવી દિલ્હી : એક્ઝિટ પોલ્સમાં પાછળ રહી ગયા બાદથી જ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને આશંકીત વિપક્ષ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યું છે. હવે આ વિવાદમાં કોંગ્રેસના નેતા ઉદિત રાજે સુપ્રીમ કોર્ટને પણ વચ્ચે ઘસડી છે. તાજેતરમાં ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા ઉદિત રાજે સુપ્રીમ કોર્ટ પર વિવાદીત ટીપ્પણી કરતું ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટ શા માટે ઈચ્છતી નથી કે વીવીપેટની તમામ ચબરખીઓની ગણતરી કરવામાં આવે. સું તે પણ ધાંધલીમાં સામેલ છે. ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે લગભગ ત્રણ માસથી તમામ સરકારી કામકાજ મંદ પડયા છે, તો ગણતરીમાં બેથી ત્રણ દિવસો લાગી જાય તો શું ફરક પડવાનો છે.

ઉદિત રાજે આ ટ્વિટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ ટેગ કર્યા છે. ઉદિત રાજે સુપ્રીમ કોર્ટની સાથે જ ચૂંટણી પંચ પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યુ છે કે તે (ચૂંટણી પંચ) વેચાઈ ચુક્યા છે. ચૂંટણી પંચ પર ટ્વિટ કરતા ઉદિત રાજે લખ્યુ છે કે ભાજપને જ્યાં-જ્યાં ઈવીએમ બદલવાના હતા, બદલી લીધા હશે. માટે તો ચૂંટણી સાત તબક્કામાં કરાવવામાં આવી. તમારું કોઈ સંભાળશે નહીં બૂમો પાડતા રહો. લખવાથી કંઈ થશે નહીં, રોડ પર આવવું પડશે. જો દેશને આ અંગ્રોજની ગુલામીથી બચાવવો છે, તો આંદોલન કરવું પડશે સાહેબ ચૂંટણી પંચ વેચાઈ ચુક્યું છે.

મંગળવારે સુપ્રીમ કોર્ટે વીવીપેટને ઈવીએમથી 100 મેળવણી કરવાની માગણીવાળી અરજીને નામંજૂર કરી હતી. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે અરજદારોને ઠપકો લગાવતા કહ્યું હતું કે આ અરજીઓને વારંવાર સાંભળી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યા બાદ 21 વિપક્ષી દળોના નેતાઓ ચૂંટણી પંચને 100 ઈવીએમ સાથે વીવીપેટની મેળવણી કરવાની માગણીને લઈને મળ્યા હતા. તેના સિવાય ઘણાં સ્થાનો પર ઈવીએમની સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેના પર ચૂંટણી પંચે નેતાઓને અપીલ કરી હતી કે તે ઈવીએમને લઈને ભરોસામાં રહે અને મશીનો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

Exit mobile version