Site icon hindi.revoi.in

વીર સાવરકર પહેલા વડાપ્રધાન હોત તો પાકિસ્તાનનો જન્મ જ થાત નહીં : ઉદ્ધવ ઠાકરે

Social Share

વીર સાવરકરને ભારતરત્ન આપવાની માગણી

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા કરાઈ માગણી

મુંબઈ: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે જો વીર સાવરકર ભારતના પહેલા વડાપ્રધાન હોત, તો પાકિસ્તાનનો જન્મ પણ થાત નહીં. તેમણે વીર સાવરકર માટે દેશના સર્વોચ્ચ પુરષ્કાર ભારતરત્નની માગણી કરી છે અને કહ્યુ છે કે અમારી સરકાર હિંદુત્વની સરકાર છે.

ઠાકરેએ એક જીવનકથા સાવકર- ઈકોઝ ફ્રોમ અ ફોરગોટન પાસ્ટ-ના વિમોચન પ્રસંગે આ વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે સાવરકરને ભારતરત્નથી સમ્માનિત કરવા જોઈએ. અમને ગાંધી અને નહેરુ દ્વારા કરવામાં આવેલા કામનો ઈન્કાર નથી. પરંતુ દેશએ બેથી વધારે પરિવારોને રાજકીય પરિદ્રશ્ય પર અવતરીત થતા જોયા છે.

ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યુ છે કે તેમને નહેરુને વીર કહેવામાં કોઈ વાંધો આવત નહીં, જો તેઓ 14 મિનિટ સુધી પણ જેલની અંદર સાવરકરની જેમ રહ્યા હોત. સાવરકર 14 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા.

શિવસેનાના પ્રમુખે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યુ છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે નવું પુસ્તક વાંચવું જોઈએ અને સાવરકરના કામ સંદર્ભે વધારે જાણવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીમાં કહ્યુ હતુ કે વીર સાવરકરે જેલમાંથી આઝાદી મેળવવા માટે અંગ્રેજોની માફી માંગી હતી. માનવામાં આવે છે કે વીર સાવરકરે હિંદુત્વ શબ્દને લોકપ્રિય બનાવ્યો છે.

આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરને લઈને પણ વિવાદીત ટીપ્પણી કરી હતી. મહત્વપૂર્ણ છે કે મણિશંકર અય્યરે સાવરકરનો વિરોધ કર્યો હતો અને સાવરકર પર વિવાદીત નિવેદન પણ આપ્યું હતું. તેને લઈને શિવસેના ઘણી આક્રમક હતી.

Exit mobile version