Site icon hindi.revoi.in

પાકિસ્તાન ડ્રોન મારફત આતંકીઓને હથિયાર પહોંચાડે છે- જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી બે આતંકીઓની ઘરપકડ

Social Share

જમ્મુ-કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળોની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ જ છે. સુરક્ષા દળોની સખ્તીને લઈને આતંકવાદીઓ એ હવે હથિયારો માટે ફાફા મારવાનો વારો આવ્યો છે આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરની ખીણમાં હાજર રહેતા આતંકવાદીઓને હથિયારની આપ-લે કરવા માટે વિવિધ પ્રકારની યુક્તિઓ અપનાવી રહ્યા છે.ત્યારે હવે ડ્રોન મારફત પાકિસ્તાનથી કાશ્મીરમાં હથિયારો મોકલવાનો એક મામલો સામે આવ્યો છે. આ સંબંધમાં ત્રણ આંતકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ શંકાસ્પદ આતંકીઓને જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી પકડ્યા છે. આ આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે ,આ હથિયાર સામગ્રી  ડ્રોન મારફત મળી આવ્યા હતા.આ ત્રણેય આતંકીઓ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. જેઓની ઓળખ રાહિલ શબીર, આમિર જાન અને હાફિઝ યુનિસ કરીકે કરવામાં આવી છે

પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકીઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવેલા હથિયારો લેવા રાજૌરી આવી પહોંચ્યા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે,આ ત્રણેય આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સંગઠન સાથે સંબઘ ઘરાવે છે. પોલીસે ઝપ્ત કરેલા હથિયારોમાં બે એકે -56 રાઇફલ્સ, 180 રાઉન્ડ સાથે 6 એકે-મેગેઝિન, બે ચાઇનીઝ પિસ્તોલ, 30 રાઉન્ડ સાથે ત્રણ પિસ્તોલ મેગેઝિન, ચાર ગ્રેનેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1 લાખ રૂપિયાની રોકડ રકમ પણ પોલીસને આતંકીઓ પાસેથી મળી આવી છે. જાણવા મળતી માહિતી પ્રામણે આ હથિયારો પાકિસ્તાને ડ્રોન દ્રાવા શુક્રવારની રાત્રે આ વિસ્તારમાં પાડ્યા હતા ત્યારે હવે સીમા પર સ્થિતિ જવાનોને એલર્ચ કરવામાં આવ્યા છે.

સાહીન-

 

 

Exit mobile version