Site icon hindi.revoi.in

સ્વદેશી કોરોના વેક્સિન પરિક્ષણના સફળ રહ્યા બે તબક્કા – 90 ટકાથી વધુ બનાવે છે એન્ટીબોડીઝ

Social Share

કોરોના વાયરસની વેક્સિનને લઈને મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, ભારતમાં બનનારી સ્વદેશી વેક્સિન 90 ટકાથી પણ વધુ એન્ટીબોડી શરીરમાં બનાવવા માટે સક્ષમ છે, કંપની દ્વારા બેમાંથી એક તબક્કાના પરિણામો આઇસીએમઆરને જણાવવામાં આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, વેક્સિન આપ્યા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટિબોડીઝ બની છે જે તેમને વાયરસથી બચાવીને સુરક્ષિત રાખે છે.

વેક્સિનનું-  પરિણામ અત્યાર સુધી સંતોષકારક છે

સ્વેદેશી વેક્સિનને લઈને આઈસીએમઆરના એક ઉચ્ચ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પુણે સ્થિત એનઆઈવી વૈજ્ઞાનિકોની મદદથી ભારત બાટોયેક એ કોવેક્સિન નામની રસી વિકસાવી હતી જેનો ડોઝ લોકોને આપવામાં આવ્યો હતો જેમાં 90 ટકા એન્ટિબોડી જોવા મળી છે.

દિલ્હી એઈમ્સના અધિકારી ડોક્ટર સંજય રોય એ જણાવ્યું કે,એક અઠવાડિયા પહેલા પછી ફરીથી 50 લોકોને ડોઝ આપવામાં આવ્યો છે. હાલ તેઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. અત્યાર સુધીના વેક્સિનના પરિણામો સંતોષકારક છે.

મળતી માહિતી પ્રમાણે વેક્સિનના બે પરિક્ષણો બાદ ત્રિજા તબક્કાના પરિક્ષણ પણ સમાન રહેશે તો આ વેક્સિન સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે,કારણે કે ત્રીજા તબક્કામાં હજારો લોકો પર વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવતું હોય છે,જેના કારણે ભારત બાયોટેક કંપની તરફથી વિશ્વના બીજા 10 દેશઓમાં આ વેક્સિનનું પરિક્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ કાર્ય માટે હાલ કંપની તરફથી વાતચીત શરુ છે,ત્રીજા તબક્કા હેઠળ આ સ્વેદેશી વેક્સિનનું 25 હજાર લોકો પર પરિક્ષણ કરવામાં આવશે જેમાં ભારકતના 14 જેટલા રાજ્યોમાં આ પરિક્ષણ હાથ ઘરવામાં આવશે,

અત્યાર સુધી બે તબક્કાનું પરિક્ષણ કરાયું – 1 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યો

આ સ્વેદેશી વેક્સિનનું અત્યાર સુધી 1 હજાર લોકો પર પરિક્ષણ કરવામાં આવ્યું છે, બે તબક્કાનું પરિક્ષણ પૂર્ણ થયું છે,જેના પરિણામો પણ સારા જોવા મળ્યા છે, મહત્તમ 90 ટકાથી એન્ટીબોડી લોકોના શરીરમાં બનતી જોવા મળી છે જે કોરોના વાયરસથી બચાવવા માટે મદદરુપ થાય છે.

સાહીન-

 

Exit mobile version