Site icon hindi.revoi.in

અક્ષય કુમારની બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર, ટુંક સમયમાં તારીખ નક્કી કરાશે

Social Share

મુંબઈઃ બોલિવુડમાં ખેલાડી કુમાર તરીકે જાણીતા સુપરસ્ટાર અક્ષય કુમારની કેટલાક ફિલ્મો રિલીઝની રાહ જોઈ રહી છે. બીજી તરફ તેમના પ્રશંસકો તેમની આગામી ફિલ્મ્સની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દરમિયાન અક્ષય કુમારે તેની આગામી બે ફિલ્મો વિશે મોટી માહિતી ચાહકો સાથે શેર કરી છે. જોકે, આ માહિતીથી પ્રશંસકો દુઃખી થઈ ગયા છે.

જાણીતા ફિલ્મ એનાલિટીક તરણ આદર્શએ સોશ્યલ મીડિયામાં કરેલી પોસ્ટ અનુસાર, અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ સૂર્યવંશી અને બેલ બોટમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અક્ષયે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ‘સૂર્યવંશી અને બેલ બોટમની રજૂઆત માટે મારા ચાહકોનો ઉત્સાહ અને ઉત્સુકતા જોઈને હું તેમનો આભારી છું. આ સાથે, હું તેમના પ્રેમ માટે મારા હૃદયમાંથી દરેકનો આભાર માનું છું. બંને ફિલ્મના નિર્માતા રિલીઝની તારીખો પર કામ કરી રહ્યા છે અને યોગ્ય સમયે તેની જાહેરાત કરાશે.

તાજેતરમાં જ ફિલ્મ રામ સેતુના શૂટિંગમાં વ્યસ્ત હતો, તો બીજી તરફ તેમણે અટરંગી રે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે સારા અલી ખાન અને ધનુષ તે જોવા મળશે. આ સિવાય અક્ષયની સૂર્યવંશી પણ રિલીઝ માટે તૈયાર છે, પરંતુ કોવિડને કારણે તેની રિલીઝ અટકી છે. આ બધી ફિલ્મોની સાથે અક્ષય કુમાર પાસે પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રક્ષાબંધન અને બેલ બોટમ પણ છે. સૂર્યવંશી ગયા વર્ષે રિલીઝ કરવાનું આયોજન હતું. જો કે, કોરોના અને લોકડાઉનના કારણે ફિલ્મ રિલીઝ થઈ ન હતી. આ દરમિયાન અક્ષયકુમારની લક્ષ્મી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ હતી.

Exit mobile version