Site icon hindi.revoi.in

#Twitter down: થોડા સમય માટે બંધ થયું હતું ટ્વિટર, લોકોએ બનાવ્યા મજેદાર મીમ્સ

Social Share

દિલ્લી: દુનિયાભરના કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની સેવા બે કલાક બંધ રહી હતી. ટેકનિકલ પ્રોબ્લમને કારણે ટ્વિટર લગભગ બે કલાક સુધી ઠપ્પ રહ્યું હતું. જોકે, ગુરુવારે સાંજે ટ્વિટર સેવા ફરી શરૂ થઈ હતી. આ દરમિયાન આ માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લોકોને કંઈપણ પોસ્ટ કરવામાં અને શેર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય સમય મુજબ ગઈકાલે સાત વાગ્યે ટ્વિટરની સેવા બંધ કરી દેવામાં આવી હતી. કેટલાક ટ્વિટર યુઝર્સને સાઇટ પર લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી હતી. ઘણા યુઝર્સ ટ્વિટ કરવામાં સમર્થ ન હતા, તો કેટલાકને તેમના અકાઉન્ટને લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી હતી. તેમની શોધ કર્યા પછી કોઈ કન્ટેન્ટ શો થઈ રહ્યો ન હતો. જે બાદ ટ્વિટર દ્વારા સમસ્યાની નોંધ લેવી અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું.

કેલિફોર્નિયા સ્થિત કંપનીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ‘તમારા ઘણા લોકો માટે ટ્વિટર સેવા ઠપ્પ થઇ ગઈ છે, અમે તેને પરત લાવવા અને દરેક માટે ચલાવવાના કામમાં લાગ્યા છીએ. અમને અમારી આંતરિક સિસ્ટમોમાં કેટલીક સમસ્યાઓ હતી. જો કે,અમારી સુરક્ષા અથવા સાઇટ હેક થઈ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ‘હાલમાં ટ્વિટર સેવા ફરી શરૂ થઈ ચુકી છે.

ટ્વિટર માટે એક મોટો ઝટકો છે. દુનિયાભરમાં આ માઇક્રોબ્લોગિંગ સાઇટના ઘણા યુઝર્સ છે. મોટાભાગના હસ્તીઓ પોતાની વાત આના દ્વારા કહેવાનું પસંદ કરતા હોય છે. ટ્વિટર સેવા બંધ થયા પછી સોશિયલ મીડિયા પર #Twitterdown ટ્રેન્ડ થયું હતું અને લોકો તેમની સમસ્યાઓ વિશે જણાવી રહ્યા હતા. તો ઘણા લોકોએ તેના પર મજેદાર મીમ્સ અને જોક્સ પણ બનાવ્યા હતા.

_Devanshi

Exit mobile version