Site icon hindi.revoi.in

ટ્વિટરે રીટ્વિટ કરવાની રીત બદલી, જાણો શું થયો ફેરફાર

Social Share

અમદાવાદ: શોર્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટ્વિટર અવનવા ફીચર ઇન્ટ્રોડ્યુસ કરતું રહે છે. ટ્વિટર દ્વારા કોઈપણ મેસેજ અથવા ટવિટને રીટ્વિટ કરવાની રીત બદલાઈ ગઈ છે. તો ચાલો તમને જણાવીએ નવા પરિવર્તન વિશે …

હવે રીટ્વિટ પહેલા આવશે પોપઅપ

ટ્વિટરે તાજેતરમાં જ રીટ્વિટની રીત બદલી છે. હવે જો તમે તમારા ટ્વિટર હેન્ડલમાંથી કોઈપણ મેસેજ અથવા ટેક્સ્ટને રીટ્વિટ કરવાના વિકલ્પને ટેપ કરો છો, તો એક નવું પોપઅપ દેખાશે. એમાં લખ્યું છે કે, ‘Headlines don’t tell the full story.’ એકંદરે, ટ્વિટર ઇચ્છે છે કે તમે કોઈપણ કમેન્ટ અથવા ટેક્સ્ટને રીટ્વિટ કરતાં પહેલાં કંઈક લખો.

અફવાઓને રોકવા માટે આવ્યું છે નવુ ફીચર

નિષ્ણાતોનું કહેવું છે કે, યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત ખોટી માહિતી તપાસવા માટે એક નવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હકીકતમાં, ટવિટર પર બિનજરૂરી કોઈપણ બાબત પર ભાર મૂકવા માટે પણ ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગત રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં પણ અફવા ફેલાવવા માટે ટ્વિટર અને ફેસબુક સહિતના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે ટ્વિટરએ આ વખતે રીટ્વિટ ફીચરમાં ફેરફાર કર્યો છે.

કઈ પણ લખ્યા વિના કેવી રીતે કરવું રીટ્વિટ

જ્યારે પણ તમે કોઈ ટવિટને રીટ્વિટ કરવા માંગતા હો, ત્યારે આ પોપઅપ ચોક્કસપણે આવશે. પરંતુ એવું નથી કે તમારે રીટ્વિટ કરતા પહેલા કંઈક લખવું પડશે. તમે હજી કંઈપણ કમેન્ટ કર્યા વિના રીટ્વિટ કરી શકો છો. આ માટે પોપઅપ ખુલતાની સાથે જ રીટ્વિટ વિકલ્પને ફરીથી ટેપ કરો. પોસ્ટ રીટ્વિટ થઈ જશે.

_Devanshi

Exit mobile version