Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરથી ભારતીય સેનામાં ભરતી માટે 29 હજાર અરજી, મુસ્લિમ બહુલ જિલ્લા પણ ઉત્સાહિત

Social Share

જમ્મુ-કાશ્મીરના જમ્મુ સંભાગના લગભગ 29 હજાર યુવાનોએ ભારતીય સેનામાં ભરતી માટે પોતાની નોંધણી કરાવી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, અત્યાર સુધીમાં 6 હજાર અરજદાર ભારતીય સેનાની કાઉન્ટર ઈન્સર્જન્સી ફોર્સ (યુનિફોર્મ) દ્વારા આયોજીત ભરતી રેલીમાં ભાગ લઈ ચુક્યા છે. આમા 2500 રામબન અને કિશ્તવાડ જિલ્લામાંથી તથા 3600 ડોડા જિલ્લામાંથી આવે ચે.

આ જિલ્લાઓના વિસ્તારને ચિનાબ ઘાટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાંથી સેનામાં ભરતી થવા માટે અરજી કરવામાં આવી છે, તે ક્ષેત્રમાં 40 ટકા જેટલા મુસ્લિમ સમુદાયના લોકો છે.

સેનાના અધિકારીઓ પ્રમાણે, 5 ઓગસ્ટે અનુચ્છેદ-370ને રદ્દ કરવાની ઘોષણા બાદથી પહેલીવાર ભરતી રેલી કાઢવામાં આવી છે. જેમાં ખાલી પદો માટે ભરતી કરાઈ રહી છે. જેમાં સિપાહી, સૈનિક તકનીકીથી લઈને સૈનિક નર્સિંગ સહાયક, સિપાહી ક્લાર્ક વગેરે ઘણાં પ્રકારની ભૂમિકાઓ સામેલ છે.

સૈનિકોની પસંદગી એક બહુસ્તરીય પ્રક્રિયાના માધ્યમથી કરાઈ રહી છે. સૌથી પહેલા તેમને એક ફિટનેસ ટેસ્ટ ક્લિયર કરવાનો હોય છે અને બાદમાં તેમણે લેખિત પરીક્ષામાં બેસવાનું હોય છે, તેમા ઉત્તીર્ણ થયા બાદ તેમને મેડિકલ ટેસ્ટ પણ પસાર કરવાનો હોય છે.

Exit mobile version