Site icon hindi.revoi.in

ટિવી એક્ટ્રેસ અંકિતા લોખંડે એ સુશાંત સિહંની પુણ્યતિથિ પર દિવો પ્રગટાવી હવન કર્યું, ફોટો શેર કરીને લખ્યું ખાસઃ-બન્ને સ્ટાર ‘પવિત્ર રિશ્તા’ સિરિયલની સુપર હિટ જોડી હતી

Social Share

મુંબઈઃ-  આજરોજ બોલિવૂડના એક ઊભરતા એક્ટર સુશાંત સિંહ રાજપુતે દુનિયાને અલવિદા કહ્યું હતું તેને એક વર્ષનો સમય થયો છે, આજે તેમની પ્રથમ પુણ્યતિથિ  છે, ત્યારે અંકિતા લોંખડે જે એક સમયે સુશાંત સાથે રિલેશનમાં હતી, આ સાથે જ પવિત્ર રિશ્તા સિરિયલમાંથી બન્ને ખૂબ જ ફેમસ કપલ તરીકે ઊભરી આવ્યા હતા,અંકિતા એ તેના અભિનય સહાયક મિત્રને યાદ કરતા હવનનું આયોજન કર્યું હતું.

બોલિવૂડના એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ પર  ટિવી એક્ટ્રેસ અંકિતા લોખંડે એ તેનાં ઘરે હવન કર્યું હતું . અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી  પણ આ અંગે પોસ્ટ કરી છે ,હવનન કરતો એક ઝલક વાળો વીડિયો શેર કર્યો છે.

વિતેલા દિવસે અંકિતાએ ફોટો શેર કર્યો હતો જેમાં તે સમન્દર કિનારે નજરે પડી રહી હતી.તે આ ફોટોમાં આકાશને નિહાળતી જોવા મળી હતી    , આ સુંદર ફોટો સાથે તેણે લખ્યું હતું કે,અંતરનું કઈ મહત્વ નથી કારણકે અંતમાં આપણે સૌ એક જ આકાશની નીચે છીએ.’ આ પોસ્ટ વાંચીૃતા જ ખબર પડી જાય કે તેણે સુશાંત માટે આ કેપ્શન લખ્યું હતું તેની આ પોસ્ટથી સુશાંતના ચાહકોભઆવૂક થયા હતા

અંકિતાએ શેર કરેલા આ વીડિયોમાં હવન કુંડમાં પવિત્ર અગ્નિ જોવા મળે છે .આ સાથે જ સુશાંતની યાદમાં અંકિતાએ તેમના નામનો દિવો પણ પ્રગ્ટાવ્યો છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી અંકિતા સોશિયલ મીડિયાથી દૂર હતી આજે સુશાંતની પુણ્યતિથિ ના એક દિવસ પહેલા તે ઈન્સ્ટા અકાઉન્ટ પર એક્ટિવ થઈ હતી

ઉલ્લેખનીય છે કે આ બન્ને સ્ટાર્સ પવિત્ર રિશ્તાના સેટ પરથી એકબીજાને મળ્યા હતા, આ સિરિયલમાં માનવ અને અર્ચનાનો રોલ પ્લે કરીને તેમણે દર્શકોના દિલમાં ખાસ જગા બનાવી હતી, આજે પણ લોકો બન્નેની કેમેસ્ટ્રી યાદ કરે છે, માનવ નામથી સુશઆંતને નવી ઓળખ મળી હતી ત્યાર બાદ તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

 

Exit mobile version