1. Home
  2. revoinews
  3. ટ્રમ્પનું વિદેશી કામદારો પ્રત્યે સખ્ત વલણ – H1-B વિઝા મૂક્યો પ્રતિબંધ
ટ્રમ્પનું વિદેશી કામદારો પ્રત્યે સખ્ત વલણ – H1-B વિઝા મૂક્યો પ્રતિબંધ

ટ્રમ્પનું વિદેશી કામદારો પ્રત્યે સખ્ત વલણ – H1-B વિઝા મૂક્યો પ્રતિબંધ

0
  • ટ્રમ્પે વર્ષના અંત સુધી H1-B વિઝા પર પ્રતિબંધ લગાવ્યો
  • હવે વિદેશીઓને ગ્રીન કાર્ડ પણ નહી આપશે
  • પ્રવાસીઓ કામદાર માટે ચિંતાનો વિષય

સમગ્ર દેશમાં કોરોના નામક મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરીકામાં પણ કોરોનાનો કહેર ચાલુ જ છે,આ સમગ્ર બાબતની દેશની અર્થવ્યવસ્થા પર અસર પડતા અમેરિકાના રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પે હવે H-1B વિઝા સહિત વિદેશીઓને આપવામાં આવેલા અનેક રોજગાર વિઝા સ્થગિત રાખવા માટેની સમય મર્યાદા વધારી દીધી છે.

વ્હાઇટ હાઉસના અક અધિકારી એ આ બાબતે સોમવારના રોજ દણઆવ્યું હતું કે, પર31 ડિસેમ્બર સુધી વિદેશીઓને ગ્રીન કાર્ડ પણ નહી અપાઈ ત્યારે ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે ,પ્રવાસીઓએ અહી આવીને અમેરિકાને આર્થિક રીતે મજબૂત બનાવવામાં સફળ મદદ કરી હતી અને ટેકનોલોજી સેક્ટરમાં દેશનું સ્થાન પ્રથમ સાબિત કર્યું છે,

તેમણે ગુગલની સફળતાનો શ્રેય પણ પ્રવાસી કર્મચારીઓને આપ્યો હતો છે. તેઓ એ અમેરીકી સરકારના આ નિર્ણયથઈ નારાજગી દર્શાવી છે,અને પ્રવાસી કામદારો પ્રત્યે પોતે સહાનુભુતિ દર્શાવીને તેમની સાથે ઊભા રહેવા જણઆવ્યું છે.

ટ્રમ્પે H-1B વિઝાના થતા દુરૂપયોગને રોકવા આદેશ જારી કર્યા છે જો કે આ વિઝા બાબતે ફૂડક્ષેત્રે, તબીબી અને કેટલાક અન્ય ક્ષેત્રો માટે વિઝા આપવાની મંજૂરી આપવામાં આવી શકશે, H-1B વિઝા આપવાની પ્રક્રિયા હાલ 60 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.

બેરોજગારી વધવાના કારણે અમેરીકા મારફચત આ નિર્ણય લેવામાં આવ્યો હતો,અમેરિકન નાગરિકોની નોકરી કાર્યરત રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ અન્ય દેશોમાંથી સ્થાનાંતરિત કર્મચારીઓને આપવામાં આવેલા L-1 વિઝા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

sahin_

LEAVE YOUR COMMENT

Your email address will not be published.