મુંબઈ- એક લોકલ ટ્રેનના ડ્રાઈરને ટોયલેટ માટે રસ્તા વચ્ચે ટ્રેન રોકી હતી જેનો વીડિયો સોશિયલ મિડિયીમીં વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ટ્રેનમાં મુસફરતી કરતા નેક લોકોએ ડ્રાઈવર અને ગાર્ડસ માટે તેમનાજ કક્ષમાં ટોયલેટ બનાવવાની માંગણી કરી છે , મળતી માહિતી મુજબ ઘટના ઉલ્હાહાસ નગર અને વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશનના વચવામાં બુધવારના રોજ બની હતી,જ્યારે ટ્રેન મુંબઈ જઈ રહી હતી ત્યારે ઘટનાને નજરે જોનારા અને વીડિયો બનાવનારા વ્યક્તિએ જણાવ્યું કે ટ્રેન અચાનક પાટા પર રોકવામાં આવી અને ટ્રેન ચાલક સામે પાટા પર શૌચાલય કરવા માટે ગયો.
ત્યારે આ ઘટનાને લઈને એક ટ્વિટર યૂઝર પ્રસાદ પી,વી એ આ ટ્રેનની ઘટનાને લઈને ટ્વિટ કર્યું કે “ આ તેની ભુલ નથી,આ બુલ ભારતીય રેલવેની છે કારણે કે અહિ લોકલ ટ્રેનમાં શૌચાલયની વ્યવ્સ્થા કરવામાં આવી જ નથી ત્યારે વાત સમજમાં નથી બેસતી કે સરકારી સંગઠન આવી મહત્વપૂર્ણ જગ્યે ઉપર સ્વચ્છ ભારત અભિયાનને કેમ લાગુ નથી કરતા અને માનવતાથી કામ કેમ નથી કરતા” આમ ટ્વિટર યૂઝરે સરકારના આ સ્વચ્છ અભિયાનની વાત કરીને આવી લોકલ ટ્રેનોમાં સૌચાલયની માંગ કરી હતી.
જ્યારે બીજા એક વ્ટિટર યૂઝર અમિત રાજેન્દ્રે પમ ટ્વિટ કરીને કહ્યું કે “ ભારતીય રેલવે વિભાગે ટ્રેન ચાલક અને ગાર્ડના કોચમાં સૌચાલયની વ્યવસ્થા કરવી જ જોઈએ આવી કપરી સ્થિતીમાં શૌચાલય જવું આવશ્યક છે તેના સિવાય કી વિકલ્પ હોતો નથી આ કુદરતી છે સાથે ટ્રેન ચાલક પાસે હજારો મુસાફર લોકોને લઈ જવાની જવાબદારી હોઈ છે તો આવા સમયે ડ્રાઈવરની એકાગ્રતા જળવાઈ તે જરુરી છે” અર્થાત જો તે પોતાની સૌચક્રીયા ન પતાવે તો તેનું ધ્યાન ટ્રેન ચલાવવા પરથી ખસી પણ શકે છે જે જીવ જોખમમાં મુકવા બરાબર છે માટે તેણે રસ્તા વચ્ચે ટ્રેન રોકીને જે કર્યું તે બરાબર છે તેમાં કઈજ ખોટૂં નથી.